________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
તીર્થકર
૨૩: ધરણેન્દ્ર-પદ્માવતીના આરાધ્ય
શ્રી પાર્શ્વનાથ સ્વામી પ્રભુનું ચ્યવનઃ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં, કાશી દેશમાં વારાણસી નામે નગરી હતી. આ નગરીમાં ઈસ્વાકુવંશના, અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. તેમનાં પટ્ટરાણીનું નામ વામાદેવી હતું. દશમા દેવલોકથી, સુવર્ણબાહુનો જીવ ચ્યવીને ચૈત્ર વદ ૪ના વિશાખા નક્ષત્રમાં વામાદેવીની કુક્ષિમાં અવતર્યો.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ વ્યતીત થતાં માતા વામાદેવીએ, પોષ વદ ૧૦ના સર્ષના લાંછનવાળા, નીલવર્ણા પુત્રને વિશાખા નક્ષત્રમાં જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતાએ રાત્રે પોતાની પાસે થઈને એક સર્પ જતો જોયો તેથી તેમ જ કુમાર કૈલોકયને, હથેળીમાં રહેલા આંબળાને જોઈએ તેમ, જોનાર હોવાથી તેઓનું પાર્થ નામ રાખ્યું. આગલા ભવમાં પ્રાણત દેવલોકમાં પ્રભુને પોતાની ભાવિ માતાના દર્શનની અદમ્ય ઝંખના થવાથી દેવે બાળસ્વરૂપે આવી માતાના દર્શન કર્યા હતા.
યૌવનવયને પ્રાપ્ત થતાં, પ્રભુના ગુણ, રૂ૫, લાવણ્યના ગુણગ્રામ સર્વત્ર ફેલાવા લાગ્યા. એક સમયે, કુશસ્થળ નગરના ઉધાનમાં, કિન્નરીઓ પ્રભુનાં ગુણગાન ગાતી હતી તે ત્યાંની રાજકુંવરી પ્રભાવતીએ સાંભળ્યાં અને પાર્શ્વકુમાર પ્રતિ અનુરાગવાળી બની અને મનથી પાર્શ્વકુમારને પતિ તરીકે સ્વીકારી લીધો.
4th on
પ્રભાવતીનાં રૂપ-લાવણ્યથી મોહિત થઈને યવન નામના રાજાએ, કુશસ્થળ નગરને સૈન્યથી ઘેરી લીધું. પ્રભાવતીના પિતા, પ્રસેનજિતે આ સમાચાર અશ્વસેન રાજાને પહોંચાડ્યા અને મદદ માટે વિનંતી કરી, સંદેશો મોકલ્યો પણ આરંભમાં અસ્વીકાર કર્યો, મંત્રીએ પાર્શ્વકુમાર સાથે યુદ્ધ ન કરવા સમજાવવાથી યવનરાજાએ પ્રભુની ક્ષમા માંગી, શરણું સ્વીકાર્યું અને યથાસમયે પ્રસેનજિત રાજા સ્વયં કન્યાની સાથે વારાણસી આવ્યા અને સર્વસંમતિથી પાર્શ્વકુમારના પ્રભાવતી દેવી સાથે વિવાહ થયા.
કમઠ તાપસ પંચાગ્નિ તપ કરવા, વારાણસીમાં આવ્યો હતો. કૌતુક જોવા પાર્શ્વકુમાર પણ ગયા. અગ્નિમાં બળતા લાકડાંમાં એક સર્પ-સર્પિણી બળતાં હતાં તે પ્રભુએ અવધિજ્ઞાનથી જોયું અને સેવકની મદદથી સર્પ-સર્પિણીને બળતામાંથી બહાર કાઢી, નવકારમંત્ર સંભળાવ્યો. નવકારના પ્રભાવે, પ્રભુનાં દર્શનના યોગે દેવોના ઇન્દ્ર ધરણેન્દ્ર અને પદ્માવતીરૂપે ઉત્પન્ન થયા. કમઠ (તાપસ) મરીને, મેઘમાળી નામે દેવ થયો.
પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા: પાર્થકુમાર ‘વિશાલા' નામની શિબિકા દ્વારા, આશ્રમપદ ઉધાનમાં પધાર્યા. પોષ વદ ૧૧ના વિશાખા નક્ષત્રમાં, અઠ્ઠમ તપ કરી, ૩૦૦ રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે કૌપકટ ગામમાં ધન્ય નામક ગૃહપતિને ઘેર ખીરથી પ્રભુનું પારણું થયું.
વિહાર કરતાં કરતાં પ્રભુ એક વાર, કોઈ તાપસના આશ્રમ સમીપે, વડવૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા. તે સમયે, મેઘમાળી દેવ,
43