________________
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
પ્રભુનું કેવળજ્ઞાનઃ આર્યક્ષેત્રમાં વિચરી દીક્ષાવન- વપ્રકાંચન વનમાં પ્રભુ પધાર્યા. દધિપર્ણ નામના વૃક્ષ નીચે પ્રભુ ધ્યાનસ્થ બન્યા. પોષ સુદ ૧૫ના પુષ્ય નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવનિર્મિત સમવસરણમાં, અશોકવૃક્ષ નીચે, સિંહાસન પર બિરાજી પ્રભુએ, મોક્ષનો ઉપાય અને કષાયનાં સ્વરૂપને વર્ણવતી પ્રથમ દેશના આપી. ક્રોધ, માન, માયા અને લોભનું સ્વરૂપ પ્રભુએ ખૂબ સરળ રીતે સદષ્ટાંત સમજાવી અનેકને ૨૪ તરવાનો માર્ગ દર્શાવ્યો.
- તીર્થકર પ્રભુના શાસનમાં રકતવર્ણી કાચબાના વાહનવાળો ‘કિન્નર' નામે યક્ષ શાસનદેવબન્યો અને ગૌરવર્ણી મત્સ્યના. વાહનવાળી ‘કંદર્પા’ કે ‘પન્નગા' નામની યક્ષિણી શાસનદેવી બની. કેવળજ્ઞાન સહિત પ્રભુ વિચરતાં વિચરતાં અશ્વપુરના Proof ઉધાનમાં સમવસર્યા. પ્રભુની પ્રથમ શિષ્યા અંજુકા (શિવા) સાધ્વી પ્રવતિની બની.
30 પ્રભુના સમવસરણમાં સુદર્શન નામના પાંચમા બળદેવ અને પુરુષસિંહ નામના પાંચમા વાસુદેવ આવ્યા હતા. પ્રભુની દેશના સાંભળીને વાસુદેવ સમ્યકત્વને પામ્યા અને બળદેવે શ્રાવકનાં વ્રત અંગીકાર કર્યા.
પ્રભુનું નિર્વાણ: નિર્વાણ સમય નજીક જાણી, સમેતશિખર પર્વત પર પધાર્યા. ૧૦૮ મુનિઓ સાથે, એક માસનું અનશન કરી, જેઠ સુદ ૫ના પુષ્યનક્ષત્રમાં નિર્વાણ પામ્યા. સર્વમળીને, પ્રભુએ ૧૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું.
શ્રી ધર્મનાથ પ્રભુનાં પાંચ કલ્યાણક કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ
મારવાડી તિથિ ચ્યવન વૈશાખ સુદ ૭ વૈજયંત દેવલોકથી વૈશાખ સુદ ૭
રત્નપુર જન્મ
મહા સુદ ૩ રત્નપુર મહા સુદ ૩ દીક્ષા મહા સુદ ૧૩ રત્નપુર મહા સુદ ૧૩ કેવળજ્ઞાન પોષ સુદ ૧૫ રનપુર પોષ સુદ ૧૫ નિર્વાણ જેઠ સુદ ૫ સમેતશિખર –
પ્રભુશ્રી ધર્મનાથ સ્વામીનો પરિવારઃ ગણધર ૪૩; કેવળજ્ઞાની ૪,૫૦૦; મન:પર્યવજ્ઞાની ૪,૫૦૦; અવધિજ્ઞાની ૩,૬૦૦; વૈક્રિય લબ્ધિધારી ૭,૦૦૦; ચતુર્દશપૂર્વી ૯૦૦; ચર્ચાવાદી ૨,૮૦૦; સાધુ૬૪,૦૦૦; સાધ્વી ૬૨,૪૦૦; શ્રાવક ૨,૦૪,૦૦૦; શ્રાવિકા ૪,૧૩,૦૦૦