________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૨૪
૪: અભિનંદનસ્વામી પ્રભુનું ચ્યવન : જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશલ દેશની અયોધ્યા નામની નગરીમાં ઈસ્વાકુવંશી સંવર રાજાની સિદ્ધાર્થ રાણીની કુક્ષિમાં મહાબલ મુનિનો જીવ અવતર્યો. પ્રભુનો આ ત્રીજો ભવ હતો. પ્રભુનું ચ્યવન થયું.
પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂરો થતાં મહા સુદ બીજને દિવસે સુવર્ણવર્ણી, વાનરના લાંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે રાજ્યનગરી સર્વે હર્ષને અભિનંદન પામ્યા. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે શક્રેન્દ્ર પ્રભુને અભિનંદિત કર્યા. ઉપરાંત પ્રભુ વિશ્વને પ્રમોદ કરાવનાર હોવાથી અભિનંદન નામ રાખ્યું. રાજકુમારપદે રહ્યા પછી પિતાએ તેમનો રાજ્યાભિષેક કર્યો અને પિતાએ પોતે દીક્ષા લઈ લીધી. રાજયાભિષેકની પહેલાં પિતાએ અભિનંદનકુમારના વિવાહ કર્યા. અનેક રાજકન્યાઓ સાથે અભિનંદનકુમારનાં લગ્નનો મહોત્સવ કરી, પિતા સંવર રાજાએ મહત્ત્વની સાંસારિક ફરજ સરસ રીતે પૂર્ણ કરી અને પુત્રના શિરે રાજ્યની જવાબદારી પણ સોંપી દીધી.
પ્રભુની દીક્ષા : લાંબા સમય સુધી સંસારના શ્રેષ્ઠ રાજવી તરીકે રાજ્ય કર્યું. પછી વર્ષીદાન આપીને મહા સુદ ૧૨ના. દિવસે છઠ્ઠના તપ સાથે સંસારનો ત્યાગ કર્યો. પ્રવજ્યા લેતાં જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. પ્રભુ ૧૮ વર્ષ છબસ્થ અવસ્થામાં રહ્યા.
4th Proof
પ્રભુને કેવળજ્ઞાનઃ આર્યક્ષેત્રમાં વિચરતાં વિચરતાં પ્રભુ પુનઃ દીક્ષાવનમાં પધાર્યા. છઠ્ઠ તપ યુકત, પોષ સુદ ૧૪ના પ્રભાતના સમયે કેવળજ્ઞાન પ્રગયું. દેવરચિત સિંહાસન- સમવસરણમાં બેસી, પ્રભુએ અશરણ ભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. ‘આ સંસાર અનેક પ્રકારનાં દુ:ખ, શોક, રોગ, સંકટ તથા વિપત્તિની ખાણ છે. આ ખાણમાં પડતા મનુષ્યોને બચાવવા કોઈપણ શકિત સમર્થ નથી. રોગ કે કષ્ટના આક્રમણથી કોઈ પણ બચાવી શકતું નથી. ધર્મસિવાય કોઈપણ શરણભૂત નથી.’
પ્રભુના ૧૧૬ ગણધર થયા. પ્રભુની પ્રથમ શિષ્યા અજિતા નામની સાધ્વી પ્રવર્તિની બની. પ્રભુના તીર્થમાં હસ્તિના વાહનવાળો પક્ષેશ્વર નામનો યક્ષ, શાસનદેવ અને કાલિકા નામની યક્ષિણી શાસનદેવી બની.
પ્રભુનું નિર્વાણઃ અંતિમ સમયે સમેતશિખર પર્વત ઉપર ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી વૈશાખ સુદ ૮ના નિર્વાણ પામ્યા.
પ્રભુના પાંચ કલ્યાણક: કલ્યાણકનું નામ મારવાડી તિથિ સ્થળ.
ગુજરાતી તિથિ ચ્યવન વૈશાખ સુદ ૪ વિજય દેવલોક વૈશાખ સુદ ૪
થી અયોધ્યા જન્મ
મહા સુદ ૨ અયોધ્યા મહા સુદ ૨ દીક્ષા મહા સુદ ૧૨ અયોધ્યા મહા સુદ ૧૨ કેવળજ્ઞાન પોષ સુદ ૧૪ અયોધ્યા પોષ સુદ ૧૪ નિર્વાણ
સમેતશિખર વૈશાખ સુદ ૮
13