________________
૧૪
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શ્રાવક, ૫,૪૫,૦૦૦ શ્રાવિકા હતા.
અજિતનાથ પ્રભુના કુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ, રાજ્ય અવસ્થામાં ત્રેપનલાખ પૂર્વ અને ચોર્યાસી લાખ વર્ષ, છમાવસ્થપણામાં બાર વર્ષ, કેવલી પર્યાયમાં ૮૪ લાખ અને બાર વર્ષ ઓછા એવા એક લાખ પૂર્વ, કુલ મળી ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુ નિર્વાણ પામી શાશ્વતધામે સંચર્યા!
૨૪
૩: શ્રી સંભવનાથ સ્વામી
વર્તમાન ચોવીશીના ત્રીજા ત્રીર્થકર પ્રભુનું ચ્યવન: શ્રી સંભવનાથ ભગવાનના ત્રણ ભવ થયા. છે. વિપુલવાહન રાજાનો જીવ દેવલોકથી ચ્યવી ફાગણ સુદ ૮ના રોજ માતા સેનાદેવીની કુક્ષિમાં અવતર્યો. પિતા જિતારિ રાજા જાણે કે મૂર્તિમાન ધર્મ જ હતા. તેઓ ક્યારેય અધર્મકારી
વચનો બોલતા નહીં કે અધર્મયુકત આચરણ કરતા નહીં અને તીર્થકર મનથી અધર્મકારી વિચાર પણ કરતા નહીં.
પ્રભુનો જન્મ : જ્યારથી પ્રભુનો આત્મા- માતાની કુક્ષિમાં
આવેલ ત્યારથી જ સમગ્ર નગરમાં ધાન્ય આદિનો સંભવ on વિશેષ થવા લાગ્યો. માતાએ માગસર સુદ ૧૪ના મૃગશીર્ષ
નક્ષત્રમાં, સુવર્ણવર્મી લાંછનવાળા પુત્રને જન્મ આપ્યો.
શુભ અતિશયોના સંભવથી તથા દરેક પ્રકારની વૃદ્ધિથી તથા પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે શીંગ ધાન્ય ઘણું થયું હતું. તેથી સંભવનાથ નામ રાખ્યું.
યૌવનને પ્રાપ્ત, સંભવકુમારનાં લગ્ન અનેક રાજ્યકન્યાઓ સાથે થયાં. યોગ્ય સમયે તેમનો રાજ્યાભિષેક થયો અને જિતારિ રાજાએ દીક્ષા અંગીકાર કરી.
સંભવરાજાના પુણ્યપ્રભાવથી, પ્રજા, દુષ્કાળ વગેરેનાં દુ:ખોથી મુકત થઈ ગઈ હતી. રાજાએ લોકકલ્યાણનાં અનેક કાર્યો કરી તથા વૈરાગ્યવાસિત હૃદયે રાજ્યનું પાલન કરી, લોકોના હદયસિંહાસને સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
li