________________
OCC જ્ઞાનધારા OC0 સૂર, વ્યાખ્યા ને વૃત્તિ - ગણેના કર્તા શ્રી હેમચંદ્રાચાર્ય છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે ‘ત્રિપરિશીલાપુર'માં દર્શાવ્યું છે તેમ રાણા' જેવા ગ્રંથો પોતાના માટે છે, જ્યારે અમુક ગ્રંથો સિદ્ધરાજને માટે છે તેમ આ ગ્રંથ ‘ટો' માટે છે. આમાં સામાન્ય અભ્યાસીઓને કાવ્યશાસ્ત્રનો ખયાલ આપવાનો હેતુ રહેલો છે. આથી જ તેમણે જુદી જુદી કક્ષાઓના અભ્યાસીઓને ઉપયોગી નીવડે તે માટે ‘સૂત્ર', ‘સ્વપનદીક્ષા' તેમ જ “વિવેચૂડા ’ નામની વિસ્તૃત ટીકા આપી છે. આ બાબત પણ તેમના હેતુને વધુ સ્પષ્ટ કરે છે.
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની વિશિષ્ટ કૃતિ છે સંસ્કૃત અને પ્રાકૃત દ્વયાશ્રય. સોલંકીયુગની સંસ્કારિતાને શબ્દબદ્ધ કરતી ગુજરાતની પહેલી અને શ્રેષ્ઠ ગણાય તેવી ઐતિહાસિક કાવ્યકૃતિ ‘શબ્દાનુશાસનનાં સૂત્રોનાં દષ્ટાંતો આપવા માટે ચૌલુક્યવંશની કથાને તેમણે વિષયવસ્તુ તરીકે રાખીને ‘દ્વયાશ્રય' કાવ્યની રચના કરી. વ્યાકરણ અને ઈતિહાસ એમાંથી એકસાથે સહજપણે સિદ્ધ થાય છે તેથી ‘દ્વયાશ્રય મહાકાવ્ય તરીકે ઓળખાય છે. મહાકાવ્યમાં મળે એવાં ઋતુવર્ણન, રસવર્ણન, અને સૃષ્ટિવર્ણન ઉપરાંત નગર, પ્રભાત, યુદ્ધ, યાત્રા, નદી, રાત્રિ, પર્વત કે વિવાહનાં વર્ણનો પણ મળે છે.
દ્વયાશ્રય ‘ભદ્રિકાવ્ય'નું સ્મરણ કરાવે છે. પાણિનિના વ્યાકરણના નિયમોના ઉદાહરણરૂપે રામાયણની કથા લઈને ભદ્રિ કવિએ રચના કરી એ જ રીતે ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'ના વ્યાકરણનાં નિયમોનાં ઉદાહરણ આપણા માટે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીના ઈતિહાસને કથાવસ્તુ તરીકે લઈને શ્રી હેમચંદ્રાચાર્યે ‘ક્રયાશ્રય'ની રચના કરી. ‘ચૌલુક્યવંશનું આલેખન થયું હોવાથી ઐતિહાસિક દષ્ટિએ આ કૃતિનું ઘણું મોટું મૂલ્ય છે અને તેથી આ કૃતિ ‘ચૌલુક્યવંશોત્કીર્તન' નામ પણ ધરાવે છે. એ યુગની સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિનું માર્મિક પ્રતિબિંબ આ કાવ્યકૃતિમાં ઝિલાયું છે. સંસ્કૃત ‘દ્વયાશ્રય'ના ૧૪મા સર્ગ સુધીનો ભાગ જયસિંહ સિદ્ધરાજના જીવનકાળ સુધીમાં (અર્થાત્ વિ.સં. ૧૧૯૯માં) પૂર્ણ કર્યો હશે એમ માની શકાય. જ્યારે કુમારપાળના ચરિત્રને આલેખતું પ્રાકૃત ‘દ્વયાશ્રય” એક સ્વતંત્ર પ્રાકૃત મહાકાવ્ય ગણાયું છે.
STOCTC જ્ઞાનધારા CC0
સંસ્કૃત ‘દ્વયાશ્રય' કાવ્ય એ ગુજરાતની અસ્મિતાનું તેજસ્વી કાવ્ય છે. મહાકવિ કાલિદાસે ‘રઘુવંશ'માં રઘુકુળની કીર્તિને અક્ષર-અમર કરી દીધી તો સંસ્કૃત અને પ્રાકૃત ‘દ્વયાશ્રય'માં હેમચંદ્રાચાર્યે ચૌલુક્યવંશની કીર્તિને અક્ષરદેહ આપ્યો. ગુજરાતી ભાષા, ગુજરાતી સંસ્કારિતા અને ગુજરાતી અસ્મિતાનો આહલાદક ત્રિવેણીસંગમ આ કૃતિએ રચી આપ્યો. ગુજરાતની રમણીઓ, યોદ્ધાઓ, ઉત્સવો, મેદાનનું શૌર્ય અને દરિયાનું સાહસ - એ બધું દર્શાવીને શ્રી હેમચંદ્રાચાર્ય ‘ધૂમકેતુ'ના શબ્દોમાં કહીએ તો પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે.'
સંસ્કૃત ‘દ્વયાશ્રય'માં કવિતાની અપેક્ષાએ ઈતિહાસનું પ્રાધાન્ય જોવા મળે છે, તો પ્રાકૃત દ્વયાશ્રયમાં કાવ્યતત્ત્વનું પ્રાધાન્ય જોવા મળે છે. ‘સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન'માં સાત અધ્યાયમાં સંસ્કૃત ‘દ્વયાશ્રય'ની રચના થઈ, તો આઠમા અધ્યાયમાં આપેલા પ્રાકૃત ભાષાના વ્યાકરણના નિયમોના દષ્ટાંતરૂપે પ્રાકૃત દ્વયાશ્રય મહાકાવ્યની રચના થઈ. રાજા કુમારપાળના જીવનની કેટલીક ઘટનાઓ આલંબન તરીકે લેવામાં આવી હોવાથી આ કૃતિને ‘કુમારપારિત’ કહેવામાં આવે છે. આઠ સર્ગ ધરાવતી આ કૃતિના પ્રથમ છ સર્ગમાં મહારાષ્ટ્રીયન પ્રાકૃતનાં ઉદાહરણો અને નિયમો દર્શાવ્યાં છે. બાકીના બે સર્ગોમાં શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશ ભાષાનાં ઉદાહરણ મળે છે.
આઠ સર્ગની આશરે ૭૪૭ ગાથમાં અણહિલપુર પાટણ, જિનપ્રતિમા, કુમારપાળના વિજયો, જૈન ધર્મના સિદ્ધાંતોની ગવેષણા તથા મૃતદેવીનો કુમારપાળને અપાયેલો ઉપદેશ આલેખવામાં આવ્યાં છે. મૃતદેવીનો ઉપદેશ જે રીતે કૃતિમાં વણી લેવાયો છે તેનાથી કૃતિની કાવ્યમયતા મહોરી ઊઠી છે. તેમાં શાંત, શૃંગાર અને વીરરસનું મનભર આલેખન મળે છે. વીરરસનું પ્રાધાન્ય હોવા છતાં અન્ય રસોનો તેની સાથે સુભગ સમન્વય સધાયો છે. ભાષાનું સ્વાભાવિક માધુર્ય અને વર્ણનોની ચિત્રાત્મકતા કાવ્યરસિકના હૃદયને સ્પર્શી જાય છે. વળી આમાં કવિએ ઉપમા, ઉન્ઝક્ષા, દીપક, દાંત, રૂપક અને અતિશયોક્તિ જેવા અલંકારોની સુંદર યોજના
કરી છે.
| ‘ત્રિષષ્ટિશાલાકાપુરુષચરિત્ર' એટલે ગેસઠ શલાકાપુરુષોનાં ચરિત્ર. ભગવાન
* ૧૮ ક.
૧૭
: