SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ CNC જ્ઞાનધારા હોય છે જેથી બાળકમાં ધર્મરૂપી કક્કાના મૂળ આપણે રોપી શકીએ અને એ શબ્દોના અર્થથી અવગત કરાવી શકીએ. પ્રવર્તમાન યુગમાં મૂર્તિઓની આપણે પૂજા તો કરીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા ભાવને પામવાની કોશિશ કરીએ છીએ ખરા ? એ પ્રશ્ન પાયાનો છે. દા.ત. મહાવીરની પૂજા તો આપણે કરીએ, પણ એમનામાં રહેલા અહિંસાક્ષમાનો પણ આપણામાં આવિર્ભાવ કરવાનો છે. એ સત્યને કેમ વીસરી શકાય. જેમકે, • વિવેકપૂર્ણ જીવન જીવવું હોય તો ગણેશની પૂજા. • પ્રકાશમાં જીવવું હોય તો સૂર્યપૂજા. • વિશાળ દૃષ્ટિ કેળવવી એ વિષ્ણુપૂજા. • શ્રદ્ધાપૂર્વક જીવવું એ દુર્ગાપૂજા. ♦ સંયમ રાખવો એ હનુમાનપૂજા. ♦ સંતોષ રાખવો એ સંતોષીમાની પૂજા. • જીવનમાં ક્ષમા લાવો એ મહાવીર-ઇસુની પૂજા. • શ્રદ્ધા-સબૂરી એ સાંઈબાબાની પૂજા. ♦ સત્યની પૂજા એ સર્વેની પૂજા • નારીનું પૂજન આદ્યદેવીની પૂજા. આવા તો અનેકાનેક ગુણોનો આપણામાં આવિર્ભાવ કરવાની જરૂર છે. નામ અને મૂર્તિ તો માત્ર નિમિત્ત છે, પણ આપણે એના ગુણ સુધી પહોંચવાની દરકાર કરતાં નથી. આજે આપણે મહાવીરજયંતી તો ધામધૂમથી ઊજવીએ છીએ, પરંતુ એમના વિચાર અને આચરણ તરફ પણ આપણાં ડગ માંડવાં જોઈએ. આપણે પ્રભુને માનીએ છીએ, પણ પ્રભુના કેટલા થયા છીએ ? એ પ્રાણપ્રશ્ન છે અને હા, દા.ત. રાવણ એ દશમુખી (દશાનન) હતો. એ પરત્વેની સાચી માહિતી આપણે જાણતા નથી, પરંતુ રાવણ-દહનમાં આપણે ઉત્સાહભેર ભાગ લઈએ છીએ, પરંતુ રાવણ પરમ શિવભક્ત હતો અને દશાનનનો મતલબ દશમુખ તો ખરો, પણ દશમુખ જેટલી પ્રતિભા ધરાવનાર એટલે કે ૪ વેદ+૬ વેદાંગ (કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ, નિરુક્ત, શિક્ષા)નો સર્વાંગીણ અભ્યાસુ હતો. ૧૬૭ CC જ્ઞાનધારા C માટે દશાનન કહેવાયો, એ અર્થને પણ આપણે પામવો જોઈએ. એકમાત્ર સ્થૂળ અર્થમાં નથી જોવાનો, પણ એનાં સૂક્ષ્મ પાસાંને પણ આપણે જોવાની દૃષ્ટિ કેળવવી પડશે. સોમથી રિવ સુધી આજે આપણે મંદિરોને વિભાજિત કરી દર્શન કરવા લાઈનમાં ઊભા રહેવા વ્યસ્ત થઈ ગયા છીએ. આવા મૂર્તિપૂજક તો બનીએ છીએ, પણ મૂર્તિમાં રહેલા એ ભાવને પણ આપણે આપણા જીવનમાં ઉતારીએ એ વધુ મહત્ત્વનું છે. તો આપણું ભાવિ ઉજ્વળ બની શકશે. આમ યુવાનોએ સૂક્ષ્મ રીતે ધર્માભિમુખ થઈ અન્યોને પણ મૂલ્ય સમજાવવું રહ્યું. ઘરમાં-સમાજમાં ધર્મપ્રેરક બળ પૂરું પાડવું જોઈએ. જેમ કે, પર્યુષણાદિમાં ઉલ્લાસભેર ભાગ લેવો, કલ્પસૂત્રો ઇત્યાદિનું રહસ્ય જાણવું, વ્રત-જાપનાં કારણો સમજાવવા, કંદમૂળોનો ત્યાગ એ અભક્ષ્ય છે માટે, પરંતુ કંદમૂળોનો વૈજ્ઞાનિક રીતે ત્યાગ એનાથી પણ લોકોને જ્ઞાનસભર કરવા જોઈએ. તીર્થંકરોનાં જીવનવૃત્તાંત વિશે પણ સાંભળી અને અન્યને એમના દષ્ટાન્ત દ્વારા જીવનપાથેય કરાવવું જોઈએ. કર્મ વિશેનાં ઉદાહરણ પૂરાં પાડી એના વિશે માહિતીસભર બનાવવા જોઈએ. આવા સિદ્ધાંતો ફક્ત ગ્રંથસ્થ ન બની રહે, પરંતુ હૃદયસ્થ બને એ જરૂરી છે. આમ તત્ત્વનું શોધન કરવું, એનું અભિનિવેશ કરવું એનાથી આપણું ભાવિ ઉજ્જવળ બની રહે. ધર્મ તો ધારા છે, જે હંમેશાં વહેતી હોવી જોઈએ. ખાબોચિયામાં રહેલું પાણી દૂષિત થાય, કીટાણુ થાય, પણ જો નદીની જેમ પ્રવાહિત રહે તો, નિર્મળસ્વચ્છ બની રહે તો આપણું જીવન પણ નદીની જેમ નિર્મળ બનાવવું જોઈએ એવમ્ સ્વચ્છ બનાવવું જોઈએ. બાહ્ય શુદ્ધ તો રહીએ જ છીએ, પણ આંતરિક શુદ્ધ એ પણ સ્વ-ધર્મ છે. આપણા જીવનમાં ધર્મ અમુક કાળે જડતાભર્યો બની જાય છે એટલે કે એકબીજાની દેખાદેખી કરીને વ્રત, જપ, તપ ઇત્યાદિ કરી લઈએ છીએ એ જડતા છે, પરંતુ મન નિર્માલ્ય કરી આપણે ઉપવાસ કરી મનને શાંત રાખવું અને પ્રભુમય બનાવવું એ ખરો ઉપવાસ છે. એ જ આત્મધર્મ છે. ધીમેધીમે આપણું મન બાહ્ય જગતમાંથી દૂર થઈ આંતરિક જગતમાં પ્રવેશે એ એનું પ્રયોજન હોય છે તો એ ભાવ કેળવવો ખૂબ જરૂરી છે જે પાયાની સમજ રીતે કરી શકાય. ૧૬૮
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy