________________
OCTC જ્ઞાનધારા OSCO વ્યાકરણ ગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ - એ ત્રણ દોષો જોવા મળતા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને કમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા. આ વ્યાકરણગ્રંથની બીજી વિશેષતા એ છે કે એનાં પાંચેય અંગો શ્રી હેમચંદ્રાચાર્યે પોતે લખ્યાં છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણનાં અન્ય અંગોની રચના તો અનુગામીઓ કરે એવી પરિપાટી હતી. હેમચંદ્રાચાર્યે આ પાંચેય અંગોની રચના પોતે કરીને પાણિનિ, ભઠ્ઠોજી દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલે હાથે કર્યું. એમના આ વ્યાકરણ ગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણ ગ્રંથોને વિસ્તૃત કરી દીધા. - પાણિનિના સંસ્કૃત વ્યાકરણ પછીનું એક બીજું નોંધપાત્ર વ્યાકરણ તે “સિદ્ધહેમ-ચંદ્રશબ્દાનુશાસન' ગણાય છે. પાણિનિનાં સૂત્રોની યોજના કરતાં શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોની યોજનામાં અભ્યાસકને તે સુગમ થાય તેનો ખ્યાલ રખાયો છે. અભ્યાસ અર્થે ગ્રંથ રચવાનો ઉદ્દેશ હોવાથી જ જ્યાં પૂર્વાચાર્યનાં સૂત્રોથી કામ ચાલ્યું ત્યાં એ જ સૂત્રો એમણે કાયમ રાખ્યાં છે. આથી શાકટાયન અને શ્રી હેમચંદ્રાચાર્યનાં સૂત્રોમાં મોટું સામ્ય જોવા મળે છે. જ્યાં દોષ, ચુટિ કે દુર્બોધતા દેખાય ત્યાં મૌલિક ઉમેરણથી સૂત્રોને સુગ્રાહ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે. એની બૃહદ્ વૃત્તિ અને બીજાં અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળ સૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકમાં કરી હતી. મેરૂતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે શ્રી હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકનું રચ્યું હતું.
આ વ્યાકરણના આઠ અધ્યાય છે. એની કુલ સૂત્રસંખ્યા ૪૬૮૫ છે. પ્રાકૃત વ્યાકરણને લગતાં સૂત્રો બાદ કરીએ તો સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો મળે છે. આ વ્યાકરણ ગ્રંથના આઠમા અધ્યાયમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશની ચર્ચા એ આ ગ્રંથની અભ્યાસીઓને આકર્ષતી વિશેષતા છે. જેમ પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’ નામના સર્વોત્કૃષ્ટ વ્યાકરણમાં વૈદિક વ્યાકરણ પ્રયોજ્યું છે, એ જ રીતે શ્રી હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયમાં પ્રાકૃત અને અપભ્રંશ - પ્રાચીન
10) C જ્ઞાનધારા 10 ગુજરાતી ભાષાનું વ્યાકરણ યોજ્યું છે. એમનું પ્રાકૃત વ્યાકરણ બધાં પ્રાકૃત વ્યાકરણોમાં વધુ પૂર્ણ અને વ્યવસ્થિત છે. એમના અપભ્રંશ વ્યાકરણે અપભ્રંશ સાહિત્યની રસસમૃદ્ધિનો ખરેખરો પરિચય કરાવ્યો. આ વ્યાકરણ સંક્ષિપ્ત હોવા છતાં એમાં બધાં અંગોનો સમાવેશ થયો છે. આમ સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું સિદ્ધહેમ જેવું વ્યાકરણ એ પછી અદ્યાપિ લખાયું નથી.
અભ્યાસીને અનુકૂળ એવી આની વિષયગોઠવણી અને પરિભાષાને કારણે એફ. કલહોર્ન (F. Kelihorn) આને The best grammar of the Indian middle ages’ કહે છે. પ્રાચીન ભાષાઓના પ્રત્યેક અભ્યાસીને માટે સિદ્ધહેમ અનિવાર્ય પ્રવેશદ્વાર ગણાય. આ વ્યાકરણે રાજા સિદ્ધરાજ અને આચાર્ય હેમચંદ્રની અક્ષરકીર્તિ સમગ્ર દેશમાં પ્રસરાવી. આ વ્યાકરણને હાથી પર અંબાડીમાં મૂકીને ધામધૂમથી પાટણમાં એની શોભાયાત્રા કાઢવામાં આવી. એ રીતે ગુજરાતમાં વિધપ્રતિષ્ઠાનો પ્રારંભ થયો.
રાજા સિદ્ધરાજે રાજ્યના ત્રણસો લહિયા રોકીને આની અનેક પ્રતિલિપિઓ તૈયાર કરાવી, એટલું જ નહિ, પરંતુ અંગ, બંગ, કોંકણ, કર્ણાટક તેમ જ કાશ્મીર સુધી આખા દેશમાં તેમ જ નેપાળ, શ્રીલંકા અને ઈરાન જેવા દૂર દૂરના દેશોમાં એની પ્રતિલિપિઓ મોકલાવી. ગુજરાતી વિદ્વત્તાની જ્ઞાનજ્યોત એમ એવી સુંદર રીતે પ્રગટી કે એનો પ્રકાશ પહેલી વાર દેશના સીમાડાઓને વીંધીને દેશપાર ગયો. વાણિજ્યમાં દેશાવર ખેડનાર ગુજરાતે જ્ઞાન પ્રસારમાં પહેલી વાર દેશાવર ખેડ્યો. આ ગ્રંથ પર વિદ્યાધરગણિ દેવાનંદ અને વાયગચ્છીય અમરચંદ્રસૂરિએ રચનાઓ કરી છે.
“સિદ્ધહેમશબ્દાનુશાસનના એક સ્વતંત્ર વિભાગ તરક હેમલિંગાનુશાસન પ્રાપ્ત થાય છે. આઠ અધ્યાયનાં ૭૬૩ સૂત્રોમાં આની રચના કરી છે. આની પાછળનો હેતુ તો અભ્યાસીઓને લિંગવિધાનનું જ્ઞાન પ્રાપ્ત થાય તે છે. આથી બીજા લિંગાનુશાસન કરતાં આ કૃતિ વિસ્તૃત અને નોખી ભાત પાડનારી છે. પદબંધમાં રચાયેલા આ ગેય ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે અમરકોશની શૈલી પ્રમાણે પદ્યમાં સ્ત્રીલિંગ, પુંલ્લિંગ અને નપુસકલિંગ - એમ ત્રણેય લિંગોમાં શબ્દોનું વર્ગીકરણ કર્યું છે. | ‘શબ્દાનુશાસન’ અને ‘કાવ્યાનુશાસન' પછી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે
- ૧૩ :
૧૧ ૧૬