________________
OCC જ્ઞાનધારા OC0 - પ્રતિક્રમણ કરવા હોય તો કરી શકતો નથી. ત્યારે ધર્મસ્થાનોમાં લૉકરની વ્યવસ્થા હોવી જોઈએ જ્યાં એ પોતાનાં કીમતી ગેઝેટો જમા કરીને અંદર નિશ્ચિત બેસી શકે.
કદાચ કોઈ યુવાન આ ગેઝેટો સાથે આવી જાય તો તેને તિરસ્કૃત ન કરતા પ્રેમથી સમજાવીને આ સાધનો પાસે શા માટે નથી રાખવામાં તે સમજાવવું.
આજના યુવાનોને વર્તમાને અસર કરે એવો ધર્મ જોઈએ છે, માટે એને ધર્મનું સ્વરૂપ આગળ બતાવ્યું છે તે સમજાવવું. ધર્મનો મર્મ બરાબર સમજાવવો.
• ધર્મના દરેક સિદ્ધાંતો, દંતકથા નહિ, પણ દટાન સહિત વૈજ્ઞાનિક ઢબે તાર્કિક રીતે સમજાવવા.
આજે રિસોર્ટનો જમાનો છે, માટે જૈન પદ્ધતિના જૈન ધર્મનું સ્વરૂપ સમજાવે એવા પેવેલિયનોવાળા રિસોર્ટ બનાવવા જ્યાં ઓછા ખર્ચે આનંદ-પ્રમોદ કરી શકે એવી વ્યવસ્થાઓ કરવી. આ બધી વ્યવસ્થાઓ જાણકાર શ્રાવકોએ મળીને રૂપરેખા બનાવીને કરવી. શ્રાવકો જ બધી વ્યવસ્થા કરે તો સાધુભગવંતોને એમનો કીમતી સમય આની પાછળ વેડફવો ન પડે. સજ્જનોની નિક્રિયતા વધુ નુકસાનકારક છે એ ઉક્તિ અનુસાર શ્રાવકોએ જ આ માટે સક્રિય બનવાની જરૂર છે.
• યુવાનોને સમજાવી શકે એવો સાધુવર્ણ તૈયાર કરવો.
• યુવાનોને માનવતાની પ્રવૃત્તિ ગમે છે તો અનાથઆશ્રમ, બાળગૃહ, પાંજરાપોળ વગેરેની મુલાકાત લેવી.
• જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણેના ‘આનંદ બજાર'ના પ્રોગ્રામો યોજવા.
• યુવાનો સમજે એવા ભાષાપ્રયોગ કરવા, અંગ્રેજીમાં પ્રવચનો યોજવા વગેરે.
• વ્યાખ્યાનાદિમાં યુવાનોને આગળ બેસાડી આંખોના સંપર્કથી જ્ઞાન પીરસવું.
* ધનવાનો માટે નહિ પણ યુવાનો માટે આગળની જગ્યા રિઝર્વ રાખવી. આ સિવાય યોગ્ય લાગે એ પ્રયોગ કરવાથી યુવાનો જરૂરૂ ધર્માભિમુખ થશે. (૪) સત્સંગ : આજનો કેટલોક વર્ગ આર્થિક-બૌદ્ધિક વિકાસાર્થે વિદેશમાં
૧૦૧
TOCTC જ્ઞાનધારા CS1C0 જઈને વસ્યો છે, જ્યાં સત્સંગ મળવો દુષ્કર છે. કેટલાક ભારતના એવા અંતરિયાળ ભાગમાં જઈને વસ્યા છે જ્યાં સંત-સતીજીઓને પહોંચવાનું દુષ્કર છે. જેને કારણે ધર્મ સન્મુખ થયેલા જીવો પણ ધર્મવિમુખ થઈ જાય છે. એમને ધર્માભિમુખ કરવા માટે એમને સતત સત્સંગ મળે એવો પ્રબંધ કરવો જરૂરી છે. - સાધુજીવનની મર્યાદાને કારણે પૂર્વોક્ત પરિસ્થિતિમાં પહોંચી વળાતું નથી જેને કારણે યુવા પઢી તેમ જ વડીલ વર્ગ કે શ્રાવકો અન્ય ધર્મ અપનાવી લે છે. આવું ન થાય તે માટે સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા વચ્ચે કડીરૂપ થાય એવા વર્ગની સ્થાપના કરીને તેરાપંથી સંપ્રદાયે સમણશ્રેણીની વ્યવસ્થા કરી છે. આવી વ્યવસ્થા અન્ય સંપ્રદાયો પણ કરે તો આપણી આવનારી પેઢીને ધર્મવિમુખ થવાનો અવસર નહીં આવે. આ વચલો વર્ગ સતત યુવાનોને સત્સંગ કરાવતો રહેશે. આ વર્ગનો સમાવેશ શ્રાવક-શ્રાવિકાઓમાં જ કરવાનો જેથી તીર્થંકર પ્રરૂપિત તીર્થની સંખ્યા ચારની જ રહે, છની ન બને. શ્રાવકોમાં નિયમોના ૧૩, ૮૪, ૧૨, ૨૭, ૨૦૨ એટલા વિકલ્પો થઈ શકે છે. એમાંથી સંપૂર્ણ અથવા એકબે-ત્રણ વગેરે નિયમો ગ્રહણ કરે તેને દેશવિરતિ કે શ્રાવકની કોટિમાં મૂકી શકાય.
શ્રાવકો ત્રણ પ્રકારના હોય છે. જઘન્ય શ્રાવક-સમ્યફ દર્શન સહિત એકાદ નિયમનું પાલન કરનાર.
મધ્યમ શ્રાવક-સમ્યક દર્શન સહિત બાર વ્રતનું શક્તિ અનુસાર પાલન કરનાર.
ઉત્કૃષ્ટ શ્રાવક - ૧૧ શ્રાવકની પ્રતિમાનું યથાતથ્ય કરનાર, આમ આવશ્યકતા અનુસાર પોતાની શક્તિ પ્રમાણે વ્રત પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ તીર્થમાં વચલા વર્ગનો સમાવેશ કરવાથી તીર્થની સંખ્યા ચાર જ રહેશે. સામાન્ય શ્રાવક અને એમની વચ્ચે ભેદરેખા કરવા કેટલાક નિયમો બનાવવા જોઈએ એની રૂપરેખા અહીં અન્યત્ર કરવામાં આવી છે માટે હું એનું વિવરણ નથી કરતી.
આ ઉપરાંત ઘણી વાર સંત-સતીજીઓનાં અંદરોઅંદરનાં ખેંચતાણ, મનદુ:ખ વગેરેથી બાળકો કે યુવાનો એમનાં દર્શન કરવા જવાનું બંધ કરી દે છે. માટે સંતસતીજીઓએ પણ જાગૃતતા રાખવી જેથી યુવાન સત્સંગ કરવા પ્રેરાય. શહેરોમાં ઉપાશ્રયમાં રોષકાળમાં સંત-સતીજીઓ ન હોય ત્યારે જાણકાર શ્રાવકોએ પણ