SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CCC છે. મૂળભૂત સિદ્ધાંતોને સુરક્ષિત રાખી જે પરિવર્તન થાય એ જ પરિવર્તન શ્રેષ્ઠ પરિણામ લાવી શકે છે. યુવાવસ્થા એટલે જીવનને ઘડવાનો અવસર, મંજિલ તરફ આગળ વધવાનો મોકો. જોબન એટલે તારે જે બનવું હોય તે બન. યુવાવસ્થામાં કઈ તરફ જવું એ નક્કી કરવાનું છે. ગતિ-પ્રગતિના આ યુગમાં ગેઝેટો અને ટેકનૉલૉજીમાં જીવન વ્યતીત કરનારની ધર્મ તરફ ગતિ-પ્રગતિ થાય એ માટે સમ્યફ દિશા બતાવવાનું પુણ્ય કરવા જેવું છે. યુવાનોને ધર્માભિમુખ કરવા માટે મુખ્ય પરિબળો છે શિક્ષણ, માતા-પિતા, આધુનિક વાતાવરણ અને સત્સંગ. આ ચાર પરિબળોમાં બીજાં પરિબળોનો સમાવેશ થઈ જાય છે. અહીં એ ચારે પરિબળોને આધારે ધર્માભિમુખ કેમ કરી શકાય તેની વિચારણાનું આલેખન કરું છું. (૧) વર્તમાન શિક્ષણપ્રણાલી - જેમ જીવવા માટે હવા-પાણી જરૂરી છે એમ અનાદિકાળથી વ્યક્તિત્વના સવાંગીણ વિકાસ માટે શિક્ષણ જરૂરી છે. શિક્ષણથી શારીરિક, બૌદ્ધિક, માનસિક અને ભાવાત્મક વિકાસ થવો જોઈએ, તો જ એ સંતુલિત શિક્ષણ સાર્થક બની શકે. - વર્તમાને બૌદ્ધિક વિકાસ તો ખૂબ થઈ રહ્યો છે. થોડેઘણે અંશે શારીરિક વિકાસ પણ થતો હશે, પણ બાકીના બે માનસિક અને ભાવાત્મક વિકાસ તો નહિવત્ જ છે. પરિણામે વ્યક્તિ બુદ્ધિજીવી, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર તો બને છે, પણ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવી શકતો નથી, જેથી આત્મહત્યા, ભ્રષ્ટાચાર આદિ કરવા પ્રેરાય છે. ભાવાવેશમાં આવીને ખોટાં પગલાં ભરી લે છે. નિરાશા, આસક્તિ, ઇર્ષાની જવાળામાં બળે છે. જેને કારણે ડિપ્રેશન, સ્ટ્રેસ વગેરે રોગોથી પીડાય છે. સામાજિક જીવનમાં છૂટાછેડા, વૃદ્ધાશ્રમોની વૃદ્ધિ થાય છે. મૂળ તો આર્થિક ઉપાર્જનને ધ્યાનમાં રાખીને જ શિક્ષણ અપાય છે તેથી આ બધી સમસ્યાઓ સર્જાય છે. પૂર્વે ગુરફળોની પ્રથા હતી જેમાં ગુરુઓ ચારે પ્રકારનું શિક્ષણ આપતા હતા. આજે એ પ્રથા તો નાબૂદ થઈ ગઈ છે ત્યારે શિક્ષણપ્રણાલીમાં આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. લાડનું રાજસ્થાનમાં ‘જૈન વિશ્વ ભારતી યુનિવર્સિટી’ દ્વારા - ૫ - TOCTC જ્ઞાનધારા CS1C6 જૈન ધર્મનાં દરેક પાસાંઓનું જ્ઞાન આપવામાં આવે છે. આવી યુનિવર્સિટીઓ વધારે પ્રમાણમાં સ્થપાય તે જરૂરી છે. હવે તો જૈનોને લઘુમતીનો દરજજો મળી ગયો છે તો પોતાની યુનિવર્સિટીઓ બેદખલ સ્થાપી શકશે. આ યુનિવર્સિટીઓમાં ચારે આયામ-શારીરિક, બૌદ્ધિક, માનસિક, ભાવાત્મક-નો વિકાસ થાય એવા શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. દરેક સ્થળે આ શક્યતા ન હોય તો બાળપણથી જ બાળકને જૈનશાળામાં મોકલીને માનસિક અને ભાવાત્મક શિક્ષણની ઊણપ પૂરવી જોઈએ. આજનું બાળક આવતી કાલનો યુવાન છે. બાળપણથી પડેલા સંસ્કારોનાં મૂળિયાં ઊંડાં બને છે. બાળમાનસ અનુસાર પાંચ વર્ષની ઉમર સુધી એ જે શીખે છે તે અતિમહત્ત્વનું હોય છે. પાંચ વર્ષ પછીનું શિક્ષણ કદાચ જ્ઞાન વધારી શક્યું હશે, પણ નૈતિક્તા વધારી શકતું નથી. • ના વિદ્યા મા વિમુખ્ય : સાચી વિદ્યા-શિક્ષણ-જ્ઞાન એને જ કહેવાય જે સારા-નરસાનું ભાન કરાવીને કલ્યાણની કેડીએ ચડાવીને શાશ્વેતસુખનો અનુભવ કરાવે. દરેક પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરતા શીખવે જેથી ડિપ્રેશન-તાણઆત્મહત્યા વગરેથી બચી જવાય છે. • આ જૈન શાળાઓનું સ્વરૂપ બાળમાનસ-મનોવૃત્તિ અનુસાર આધુનિક હોવું જોઈએ. રમત-ગમત, કથા-વાર્તા, ગીત-સંગીત, ચિત્ર-પ્રોજેક્ટ વગેરે દ્વારા જ્ઞાન આપવું જોઈએ. • આજનું બાળક જિજ્ઞાસુ, ઉત્સુક, ઉત્સાહી છે. એને તાર્કિક-બુદ્ધિયુક્ત દાખલા-દલીલથી જ્ઞાન અપાય તો એ ધર્મના હાર્દને સ્વીકારે છે, પાલન પણ કરે છે. એક સર્વેક્ષણ મુજબ સાંભળેલું ૧૦%, જોયેલું ૬૦% અને આચરેલું ૮૦% યાદ રહે છે. માટે શિક્ષણશાસ્ત્રીઓ - મનોવૈજ્ઞાનિકો ચાર્ટસ-પ્રોજેક્ટફૂલેશકાર્ડ વાપરવાની ભલામણ કરે છે. • જૈન શાળાનાં શિક્ષક-શિક્ષિકા પણ બાળમાનસના નિષ્ણાત હોય તો બાળક સાથે બાળક બનીને શીખવી શકે. વૈજ્ઞાનિક ઢબથી બાળકોના ગ્રુપ બનાવીને શીખવવું જોઈએ, જેમ કે - ત્રણથી પાંચ વર્ષના ગ્રુપની પસંદગી નૃત્ય-ગીત-સંગીત, રમતગમત
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy