________________
TOCTC જ્ઞાનધારા CC0
અક્ષર એટલે માત્ર શાસ્ત્રાભ્યાસ અને આંકડા એટલે સાંપ્રદાયિક ક્રિયાકાંડ, શાસ્ત્રો અને ક્રિયાકાંડથી પર જે ચૈતન્યતત્ત્વ છે, આત્મતત્ત્વ છે, એ જ મારે માટે કેન્દ્રબિંદુ છે. એને લક્ષમાં રાખીને આ વિષય પર વાત કરવાની છે.
ત્રીજી ઑગસ્ટ, ૨૦૧૨ના ‘મુંબઈ સમાચાર'માં એક વાચક શ્રી અરુણ ગલિયાએ પ્રજામતમાં લખ્યું છે, "હું માત્ર જૈન છું. મારે ચારમાંથી કઈ સંવત્સરી પાળવી એ જણાવશો ? સ્થાનકવાસી પરંપરાની સંવત્સરી ૨૧ ઑગસ્ટ, ૨૦૧૨ના છે. મૂર્તિપૂજક તપાગચ્છ પરંપરાની સંવત્સરી ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ છે. મૂર્તિપૂજક પાર્શ્વગચ્છ પરંપરાની સંવત્સરી ૨૦, સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. દિગંબર પરંપરાની સંવત્સરી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૨ના છે. મને કહો આમાં સત્ય શું છે ?
ખરતર જૈન સંપ્રદાયના ઉપાધ્યાય મણિપ્રભ મહારાજસાહેબે ચિત્રલેખાના તા. ૨૦-૮-૧૨ના અંકમાં છપાયેલ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, “અલગ અલગ પર્યુષણની ઉજવણીને કારણે અમે લોકોની હસીને પાત્ર બન્યા છીએ. અમે સાધુઓ એકાત્મતા અને ક્ષમાપનાની વાતો કરીએ છીએ, પણ એ વાતો અમારા આચરણમાં દેખાતી નથી. અમે ઉપદેશ તો આપીએ છીએ, પણ એનું પાલન કરતા નથી કે કરાવી શક્તા નથી.”
સામાન્ય રીતે સંવત્સરીના દિવસે સરકારી આદેશને પરિણામે કતલખાનાં બંધ રાખવામાં આવે છે. આ વર્ષે એટલે કે ૨૦૧૨માં અલગ અલગ સંવત્સરીના હિસાબે કતલખાનાં કોની સંવત્સરીને દિવસે બંધ રાખવાં એ માટે સરકાર પણ મૂંઝાઈ ગઈ છે. પરિણામે આ વર્ષે એટલે કે ઑગસ્ટ, ૨૦૧૨માં સરકારે કતલખાનાં બંધ ન રાખવાનો નિર્ણય કર્યો છે.”
“શું જૈન જીવનવિરોધી છે ?' એ વિષય પસંદ કરવા પાછળની આ ભૂમિકા છે. મને વિચાર આવ્યો કે ધર્મ તો આનંદની યાત્રા છે. ધર્મનું લક્ષ્ય તો આલંબનરહિત અતીન્દ્રિય અનંત આનંદ, અનંત પ્રેમ, અનંત શક્તિ અને અનંત કરુણાની પ્રાપ્તિ છે. એ લક્ષ્ય પર જવાના માર્ગ પર આપણે ચાલીએ એટલે કે ધર્મઆરાધના કરીએ તો આપણને પણ આંશિક આનંદ, પ્રેમ, શક્તિ અને કુણાનો અનુભવ તો થવો જ જોઈએ ને! જેમ કે સુગંધી પુષ્પોવાળા ઉપવનમાંથી આપણે ક્રીને બહાર નીકળીએ તો આપણાં કપડાંમાંથી થોડીક સુગંધ તો આવે જ ને !
• ૪૫ %
STOCTC જ્ઞાનધારા CC0 ધર્મઆરાધના કરવા છતાં આંશિક આનંદ, પ્રેમ, કરુણા કે શાંતિનો અનુભવ થતો નથી. પરિણામે તિથિના ઝઘડા, મારામારી અને એકમતિનો અભાવ ધર્મમાં જોવા મળે છે. મૂળ જૈન ધર્મમાં જે વાતો હતી એ શું વિસરાઈ ગઈ છે ? ધર્મમાં જીવનવિરોધી વાતાવરણ કેમ સર્જાઈ રહ્યું છે જે કોઈ પણ ધર્મ જીવનવિરોધી હોય કે ન પણ હોય એનો આધાર ‘ધર્મ એટલે શું ?' એની વ્યાખ્યા પર આધારિત છે.
હું એક પ્રશ્ન પૂછું છું કે શું પાણી દૂષિત હોઈ શકે ? જવાબમાં આપણે એમ કહી શકીએ કે પાણી દૂષિત હોઈ શકે અને ન પણ હોઈ શકે.
વાદળાંમાંથી વર્ષારૂપે પાણી વરસે એ ક્ષણે પાણી શુદ્ધ જ હોય છે. આ પાણી ધરતી પર વરસે એ પહેલાં વાતાવરણમાં રહેલી અશુદ્ધિઓ પાણીમાં ભળે એટલે પાણી થોડુંક દૂષિત થાય છે. વરસાદનું પાણી જમીન પર વરસે એટલે જમીનની માટી, ચરો, ગંદકી આદિ એ પાણીમાં ભળે એટલે પાણી વધારો દૂષિત થાય છે.
નદી જ્યારે પહાડમાંથી ઝરણારૂપે ઉદ્ભવે છે ત્યારે નદીના ઉગમસ્થાનમાં તો પાણી શુદ્ધ જ હોય છે. ઉગમસ્થાનમાંથી શુદ્ધ પાણી લઈ વહેતી નદી સાગરને મળે એ પહેલાં કેટકેટલી અશુદ્ધિઓ એમાં ભળે છે, પરિણામે પાણી દૂષિત થાય છે. આવું દૂષિત થયેલું પાણી સીધેસીધું પીવાથી રોગ થવાની શક્યતા રહે છે. દૂષિત પાણીને ગાળવું પડે, ઉકાળવું પડે કે પછી આજના યુગ પ્રમાણે એવાગાર્ડમાંથી પસાર કરવું પડે એટલે દૂષિત પાણી શુદ્ધ થાય અને પીવાલાયક બને. આનો અર્થ એમ થયો કે પાણી એના મૂળ સ્રોતોમાંથી વરસે કે ઝરણારૂપે ઉદભવે ત્યારે શુદ્ધ જ હોય છે. એમ ધર્મ પણ જ્યારે મૂળ સોતમાંથી ઉદ્ભવે એટલે કે આજના વિષયના સંદર્ભમાં લઈએ તો ભગવાન મહાવીરના મુખમાંથી જ્યારે વાણી ઉદ્દભવી કે જેનું નામ જૈન ધર્મ છે એ શુદ્ધ જ હતો. એ ધર્મ અનંત આનંદ તરફ લઈ જનારો હતો, એ ધર્મ પૂર્ણતા અને અખંડિતતા તરફ લઈ જનારો જ હતો, ક્યારેય જીવનવિરોધી ન હતો.
ભગવાન મહાવીર એટલે જેનામાં સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતળતા, આકાશની નિર્લેપતા, મહાસાગરની ઊંડાઈ અને વ્યાપકતા, એવરેસ્ટની ઊંચાઈ, પર્વતની સ્થિરતા, નદીની ગતિશીલતા અને પુષ્પની કોમળતા હતી. આવા ભગવાન મહાવીરની વાણી એટલે જ જૈન ધર્મ. આ જૈન ધર્મ એના મૂળસ્વરૂપમાં ક્યારેય
- ૪૬ ૧૪