________________
TOCTC જ્ઞાનધારા CC0 ગુરુભગવંતો જ છે. તેઓ જેટલા વધુ શાસ્ત્રના અભ્યાસમાં નિપુણ બનશે તેનો તેમને માટે આત્મિક લાભ તો છે, પરંતુ સાથે સાથે શાસનના શ્રાવકો માટે પણ આત્માની ઉન્નતિનું કારણ બની રહેશે.
(૯) ઘરડાં સાધુ-સાધ્વી માટે સ્થિરવાસ વ્યવસ્થા:
ઘરડાં સાધુ-સાધ્વીજી ભગવંતો જેઓ શારીરિક રીતે અશક્ત થઈ ગયાં હોય, વિહાર કરી શકે તેમ ન હોય તેમને માટે શાસ્ત્રમાં ખાસ સંયોગોમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે.
નિર્દોષ ગોચરી, શાસ્ત્રીય અભ્યાસની અનુકૂળતા/સગવડતા અને યોગ્ય શારીરિક ઉપચાર માટેની ઉપલબ્ધિ હોય તેવા સ્થાનમાં સ્થિરવાસની પરવાનગી આપેલ છે.
જે સ્થળે શ્રાવકોની અવર-જવર હોય, શ્રાવકો માટે આહારપાણીની વ્યવસ્થા હોય તેવા સ્થાનમાં પૂ. ગુરુભગવંતોને નિર્દોષ ગોચરી ઉપલબ્ધ થઈ શકે તેમ હોય, તેમ જ ઘરડાં સાધુ-સાધ્વીજીની સેવા-ચાકરી માટે સાથે રહેલ યુવાન સાધુ-સાધ્વીજી માટે આધ્યાત્મિક અભ્યાસની અનુકૂળતા સાથે હોવી જરૂરી છે જેથી તેઓના શાસ્ત્રના અભ્યાસમાં બાધા ન આવે અને ઉત્તરોત્તર શાસ્ત્રોમાં આગળ વધી શકે. ઉપરોક્ત આ સ્થળની નજીકમાં જ ઘરડાં સાધુ-સાધ્વીજીના ઉપચાર માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. આ પ્રકારની અનુકૂળતાવાળા સ્થાનમાં તેઓને સ્થિરવાસની પરવાનગી આપેલ છે.
આ તમામ વ્યવસ્થા સાચવવાની તેમ જ ન હોય તો યોગ્ય વ્યવસ્થા કરવાની ફરજ શાસનના શ્રાવકની/સંઘના મોભીઓની છે.
(૧૦) માત્રુ પરઠવાની યોગ્ય વ્યવસ્થા :
ઘણી વખત ઉપાશ્રયો તો વિશાળ અને ભવ્ય હોય છે, પરંતુ ત્યાં માત્ર (પેશાબ) પરવાની ભારે તકલીફ હોય છે. મોટાં શહેરોમાં મોંઘા ભાવની જમીન લીધી હોય એટલે એની ઈંચઈંચ જગ્યાનું બરાબર પ્લાનિંગ કરેલું હોય. વ્યાખ્યાન હૉલ વગેરે માટે જરૂર કરતાં પણ વિશેષ જગ્યા ફાળવેલી હોય, પરંતુ માત્રુ પરઠવાની વ્યવસ્થા પ્રત્યે દુર્લક્ષ્ય સેવાયું હોય છે. ત્યારે બને છે એવું કે સાધુસાધ્વીજી નછૂટકે નજીકની કોઈ જગ્યાએ માત્ર પાઠવી આવે છે. એ જોઈને
• ૨૪૩૧
XXXC şiI4&I I XXX આસપાસમાં રહેતા અજૈન લોકોને જુગુપ્સા થાય છે. જેનોને પણ જુગુપ્સા તો થતી જ હોય, પણ એ વ્યક્ત ન કરે. લોકોમાં એવી ટીકા થાય છે કે જૈન સાધુસાધ્વીઓ ગંદકી કરનારાં હોય છે. જો આવા લોકાપવાદથી બચવું હોય તો દરેક સંઘે પોતાના ઉપાશ્રયમાં માત્ર પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જ જોઈએ. વ્યાખ્યાન હૉલ થોડો નાનો હોય તો ચાલે, કારણકે એમાં તો માત્ર પર્યુષણ જેવા પર્વના દિવસોમાં જ ભીડ હોય છે. સાધુ-સાધ્વીજીને તો દરરોજ દિવસમાં આઠથી દસ વખત માત્રુ પરઠવા માટે સગવડની જરૂર પડતી હોય છે. તેથી માત્રુ પરઠવાની યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
પૂ. ગુરુભગવંતોના સંયમધર્મને અડચણરૂપ ન થાય તે રીતે શ્રાવકોએ પૂર્ણપણે વેયાવચ્ચ કરવી જોઈએ.
(૧૧) ઉપાશ્રયનું ભોંયતળિયું : પૂ. ભગવંતોને શરદી, સાંધાના દુ:ખાવા તથા અનિદ્રાનું કારણ :
શ્રી સંઘદ્રશ્રાવક દ્વારા પૂ. ભગવંતોની વેયાવચ્ચ ભક્તિનું મુખ્ય ધ્યેય તેમનું આરોગ્ય-તંદુરસ્તી સચવાય તે જ હોય છે, પરંતુ તેઓને માંદગી જ ન આવે તે દિશામાં વિચાર કરવામાં જ નથી આવતો. માંદગી આવવાનાં અનેક કારણોમાંનું એક કારણ ઉપાશ્રયમાં ભોંયતળિયામાં મારબલ-ટાઈલ્સનો ઉપયોગ થયેલ હોય છે તે છે, જેના પર દરરોજ સૂવાથી શરદી, સાંધાના દુઃખાવા, અપૂરતી ઊંઘ જેવી તેમને તકલીફ થાય છે. ભોંયતળિયાની ઠંડીના કારણે રોગ થવાથી હિંસક દવાનો આશરો લેવો પડે છે.
પૂ. ભગવંતોની આ તકલીફ દૂર કરવા માટે ઉપાશ્રયના ભોંયતળિયા પર ગાયનાં છાણનાં લીંપણ કરવાથી ઉપરોક્ત તમામ શારીરિક તકલીફોથી રાહત મળે છે. વર્તમાનમાં આધુનિકતાના રંગે રંગાયેલા શ્રાવકો માટે આ વાત ગળે ઉતારવી મુશ્કેલ છે, તેથી છેવટે શિયાળાના બે-ત્રણ મહિના માટે પણ ઉપાશ્રયોના તળિયામાં ગાયના છાણનું લીંપણ કરવું જોઈએ, જેના ફાયદા અદ્ભુત છે. તે તો અનુભવ છે જ સમજાય.