SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ OCC જ્ઞાનધારા OC0 કરવાથી તીર્થંકરપદ પ્રાપ્ત થાય તેમ કહ્યું છે. જયવંતા જિન શાસનમાં દાનના પાંચ પ્રકાર છે : (૧) અભયદાન (૨) સુપાત્રદાન (૩) ઉચિતદાન (૪) કીર્તિદાન અને (૫) અનુકંપાદાન. જે પૈકી પ્રથમનાં બે દાન મોક્ષ માટે થાય છે અને બાકીનાં ત્રણ દાન સ્વર્ગ યા સંસાર માટે થાય છે. પંચમહાવ્રતધારી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની સેવા-સારવાર કરવામાં, સદ્ભાવના અને ભક્તિપૂર્વક આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન વગેરે માટે દાન આપવું તે બીજા પ્રકારનું સુપાત્ર દાન. આ સુપાત્રદાન તે વેયાવચ્ચ. સુપાત્ર દાન દ્વારા આત્મા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. સુપાત્ર દાનથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. (૧) પૂ. ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે આયુર્વેદિક ઔષધોથી ઉપચાર: આયુર્વેદ અને જૈન ધર્મના ગ્રંથોમાં કેટલીક સામ્યતાઓ જોવા મળે છે. આયુર્વેદ વિજ્ઞાન માણસોએ માંદા કેમ ન પડવું એની પર પ્રાથમિક ભાર મૂકે છે. જૈન ધર્મમાં પણ માંદગી આવે જ નહીં એવા ધર્મના સિદ્ધાંતો ધાર્મિક આચાર સાથે વિશિષ્ટ રીતે જાણી લેવામાં આવ્યા છે. દાખલા તરીકે ઉકાળેલું પાણી પીવું, આયંબિલ, એકાસણું, ઉપવાસ, વંદના, હળવું ભોજન જેમાં મગ, ખાખરા વિશેષ હોય છે. સંધ્યા ઢળે એ પહેલાં ભોજન કરવું. રાત્રિભોજન વર્જય જેવા આરોગ્યલક્ષી સિદ્ધાંતોને મહત્ત્વ આપે છે. વર્ષાઋતુમાં જ્યારે જીવજંતુઓનો વધુમાં વધુ ઉપદ્રવ હોય, હવામાં વાયુનો દોષ હોય જેથી ખોરાક પચે નહિ ત્યારે મોટે ભાગે ઉપવાસ અને એકાસણાં કરવાનું મહત્ત્વ સ્વીકાર્યું છે અને તેથી સાધુભગવંતોને અન્ય પદ્ધતિ કરતાં આયુર્વેદ પદ્ધતિ પ્રત્યે વિશેષ પ્રેમભાવ હોય છે. તેથી તેઓ શક્ય હોય ત્યાં સુધી આયુર્વેદની સારવાર પદ્ધતિને પ્રાથમિકતા આપે છે. કેટલીક આયુર્વેદ દવાઓ ગૌમૂત્ર દ્વારા શુદ્ધ થતી હોવાથી વૈકલ્પ અણહારી હોય છે તેથી તે લેવામાં તેમને વધુ અનુકૂળતા રહે છે. તેથી જ પૂજ્ય ભગવંતોના સ્વસ્થ આરોગ્ય માટે અલ્પહિંસક તથા નિર્દોષ આયુર્વેદિક ઔષધિ દ્વારા જ ઉપચાર કરવો જોઈએ. મહાઆરંભ સમારંભ, તેમ જ મહાહિંસા દ્વારા બનાવવામાં આવેલ એલોપથીની દવાથી પૂ. ભગવંતને * ૨૩૭૧ OCC જ્ઞાનધારા 16 - દૂર રાખવા જોઈએ. જૈન સાધુભગવંતોને આ આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વધારે લાભકારક તેમ જ ત્વરિત પરિણામ આપનારી છે તે આ લઘુ લેખથી પ્રતિપાદિત થાય છે. પ્રાચીન આયુર્વેદમાં રોગોની ચિકિત્સા માટેના અનેક વિશિષ્ટ દષ્ટિકોણ દર્શાવેલ છે. તેને ધ્યાનમાં રાખી જો ચિકિત્સા કરવામાં આવે તો તેનાથી ઈચ્છિત તેમ જ ઘણું જ ઝડપી પરિણામ મેળવી શકાય છે. તમામ રોગોમાં આ સામ-નિરામ પરીક્ષા કરી ચિકિત્સા પ્રયોજી શકાય છે. આપણે ત્યાં આયુર્વેદિક સારવાર લેવા આવતા દર્દીઓ મોટે ભાગે સામ અવસ્થામાં હોય તેથી તેમને નિરામ અવસ્થામાં લાવ્યા સિવાય સારવાર આપવામાં આવે તો ઈચ્છિત પરિણામ મળતું નથી, માટે પ્રથમ તેને નિરામ કરવા જરૂરી છે. દર્દી નિરામ થયા પછી રોગનાં લક્ષણો પ્રમાણે યોગ્ય ઔષધ પ્રયોજન કરવાથી રોગ ત્વરિત દૂર થઈ શકે છે. જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે પૂભગવંતો ઉપવાસ, આયંબિલ, ઉકાળેલું પાણી, દરરોજ સામાન્ય રીતે દસ કિલોમીટરનો વિહાર કરતા હોઈ તેમની અવસ્થા સામાન્ય રીતે નિરામ હોય છે. ચૌવિહાર (સૂર્યાસ્ત પહેલાં ભોજન) વગેરે નિયમો પણ નિરામ અવસ્થા લાવવામાં ઉપયોગી છે. તેથી જ તેમને માટે શાસ્ત્રોક્ત આયુર્વેદિક પદ્ધતિની સારવાર ત્વરિત ફાયદાકારક તેમ જ સંતોષ આપે તેવી બને છે. (૨) જરૂરી ઉપકરણો વહોરાવવા : ઉપકરણોની માર્ગસ્થ વ્યવસ્થા શુદ્ધિ વિશે કાળજી કરીને આવા ઉપકરણોના ઉજમણા કરાવીને પૂજ્યોને આ બધાં જ ઉપકરણો નિર્દોષ મળી રહે તેવી અનુકૂળતાઓ ગોઠવવી જોઈએ. દરેક ક્ષેત્રોમાં ચાતુર્માસ પૂર્વે આ ઉપકરણોની ઉપલબ્ધિ થાય તે માટે યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. શ્રાવકે આયુર્વેદિક ઔષધો ઉપરાંત પૂ. ભગવંતોને અમુક રોજિંદી જરૂરિયાતનાં ઉપકરણો જેવાં કે મચ્છરદાની, પેઈનક્રેશ ટ્યૂબ, કાપ કાઢવાનો સાબુ, લોચ માટેના ચંદન સાબુ, જાત્યાદિ મલમ, દેશી ઊની કામળી, આસન, ઓધારિયા, સંથારિયા, બામ વગેરે વહોરાવવાનો લાભ લેતા રહેવું જોઈએ. * ૨૩૮ -
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy