SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 (૧) જૈન શ્રુત-સાહિત્ય છપાય છે તેમાં મુખ્યત્વે સાધુ-સાધ્વીજી મ.સા. દ્વારા સંશોધન કરીને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે તે પુસ્તકોના પ્રકાશન પોતાના દ્વારા કે સંઘ દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે તે સંઘ કે સંસ્થા પાસે વિતરણ વ્યવસ્થાનો વિશેષ અનુભવ કે જાણકારી ન હોય તો ઉત્તમ કક્ષાનું છપાયેલ પુસ્તક પણ યોગ્ય વિતરણના અભાવે સ્ટોકમાં રહે છે અને લોકોને તેની જાણ થતી નથી. (૨) શ્રમણ-શ્રમણી ભગવંતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી અને તેથી વિશ્વભરમાં જે નૂતન પ્રકાશન થાય તેની પ્રિન્ટેડ નકલની તેઓને જરૂર પડતી હોય છે. તે સંશોધનાત્મક પુસ્તકો મોટી ઈન્સ્ટિટયૂટમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી લાવીને તેનો અભ્યાસ કરવો થોડોક કઠિન પડે છે. જૈનોના વિવિધ સમુદાય કે ગુરભગવંત પ્રેરિત જ્ઞાનના કાર્યમાં ઘણીબધી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. તેઓ ઉપલબ્ધ ટેક્નોલૉજી એટલે કે કૉપ્યુટર, સ્કેનિંગ, ઈન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર કાર્ય જ્ઞાનના ક્ષેત્રમાં કરી રહેલ છે. આ બધાં જ મોટાં ઈન્સ્ટિટયૂટમાં વિશાળ સંખ્યામાં બધાં જ દર્શનોના જુદાજુદા વિષયનાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ રહેલો છે. તેમ જ ઘણાં જ ઉત્તમ કક્ષાનાં સંશોધનાત્મક પુસ્તકો શબ્દકોશ, જોડણીકોશ કેટલોગ તેમ જ વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેઓનાં વહીવટી, આવડત અને નેટવર્કના લીધે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો ખૂબ જ સુંદર રીતે વિતરણ કરવામાં આવે છે તેમ જ તેઓ દ્વારા વિદ્વાનોને માહિતી તેમ જ પુસ્તકો પણ સંશોધન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ આ ઈન્સ્ટિટયૂટો પણ પોતાનાં પુસ્તકો જૈન જ્ઞાનભંડારલાઇબ્રેરી કે જૈન વિદ્વાનોને જ પોતાના દ્વારા સંગ્રહિત-પ્રકાશિત પુસ્તકોની માહિતી મોકલે છે. આ બધાં જ ઈન્સ્ટિટયૂટે પોતાની વેબસાઈટ પર પણ જૈન ધર્મવિષયક માહિતી તેમ જ પોતાની સંસ્થા તેમ જ તેઓ દ્વારા પ્રકાશિત બધા જ ગ્રંથોની માહિતી ઑનલાઈન મૂકેલી હોય છે અને ઘણી સંસ્થાઓએ પોતાના દ્વારા પ્રકાશિત બધાં જ ગ્રંથો-પુસ્તકોની પીડીએફ પણ ઑનલાઈન મૂકેલી છે તેથી વિશ્વભરમાં રહેલ દરેક વ્યક્તિ પોતાની રુચિ મુજબનું પુસ્તક ઑનલાઈન મેળવી શકે છે અને જરૂર મુજબ નકલ પણ મગાવી શકે છે. તેના લીધે જૈન સાહિત્યનો ખૂબ જ * ૨૨૯ - OCTC જ્ઞાનધારા OC0 સુંદર પ્રચાર-પ્રસાર થયો છે. વિદેશી વિદ્વાનો પણ જૈનતત્ત્વ સિદ્ધાંતોની માહિતી મળવાથી તેઓ તેનાથી પ્રભાવિત થયા છે અને જૈન દર્શનના વિશિષ્ટ અભ્યાસ માટે પણ જોડાયા છે. આ રીતે ભગવાન મહાવીરનો સંદેશો વિશ્વભરમાં પહોંચ્યો છે અને અહિંસા અને અનેકાંતવાદ અને અપરિગ્રહના સિદ્ધાંત એ જૈનોની આગવી ઓળખરૂપ બનેલ છે, જે બીજાં બધાં જ દર્શનથી જૈન ધર્મને આગવું સ્થાન ગૌરવ અપાવે છે. જુદા જુદા ઈન્સ્ટિટયૂટ અને ગુરુભગવંતોની પ્રેરણાથી પ્રકાશિત થતા સાહિત્ય તેમ જ તેમની લાઇબ્રેરીમાં રહેલ ગ્રંથોનો પ્રચાર-પ્રસાર કરવા માટે હજુ પણ વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. અત્યારે પણ બીજા ધર્મની સંસ્થાઓ, કૉલેજ કે યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં જૈન ગ્રંથો કે ઉપદેશાત્મક સાહિત્યનું પ્રમાણ ખૂબ જ અલ્પ માત્રામાં છે. તેઓને આપણું સાહિત્ય પહોંચાડવા માટે પણ વિશિષ્ટ પ્રયત્ન કરવા જરૂરી છે, જેથી જૈન ધર્મમાં રહેલ અમૂલ્ય શ્રતવારસાનો ખ્યાલ આવે અને જૈન ધર્મ પ્રત્યેના બહુમાનભાવમાં વધારો થાય. જેના લીધે પ્રભુ મહાવીરની સવિ જીવ કરું શાસન રસની ભાવના પણ પૂર્ણ થાય. જે પણ સાહિત્ય નૂતન પ્રગટ થાય તેની માહિતી કે સૂચિપત્ર ભારત અને વિશ્વભરમાં આવેલી બધી જ યુનિવર્સિટી-વિદ્યાપીઠ અને જૈનેતર સંસ્થાઓની લાઈબ્રેરીમાં પોસ્ટ કે ઈ-મેઈલ દ્વારા મોકલવી જોઈએ. - ગુજરાત સરકાર તરફથી દર વર્ષે ભવ્ય પુસ્તકમેળાનું આયોજન કરાય છે, જેમાં ૩૫૦થી ૪૦૦ જેવા બુક સ્ટૉલ હોય છે. ભારતભરના નામાંકિત પ્રકાશકો પોતાના સ્ટૉલ રાખી પુસ્તકો પ્રદર્શિત કરે છે, વેચાણ પણ કરે છે. તેમાં વાસ્તવિક્તા એવી હોય છે કે જેટલા રૂપિયા સ્ટૉલ ભાડે રાખવામાં કે વહીવટી ખર્ચના થતા હશે તેટલા રૂપિયાનું વેચાણ પણ કદાચ નહીં થતુ હોય ! છતાં લોકોમાં પોતાનાં પ્રકાશિત પુસ્તકોનાં સૂચિપત્રો વહેંચીને લોકો પછીથી પણ પુસ્તકો મગાવી શકે તે રીતે પ્રચાર કરીને પોતાના ધંધાને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે. જાણવા જેવી હકીકત એ છે કે માત્ર પબ્લિશરો નહીં, વૈદિક, મુસ્લિમ કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મની પાંચસાત સંસ્થાઓ પોતાના સ્ટૉલ રાખે છે અને મેળા દરમિયાન મુલાકાત લેનાર પાંચ લાખથી વધુ લોકોને એકસાથે પોતાના સાહિત્યનો પરિચય આપે છે. જેમને ગીતા, - ૨૩૦
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy