SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ OONCE જ્ઞાનધારા ભગવંતો પણ ઉત્તરાધ્યન, દશવૈકાલિક કે આચારાંગ જેવા અમુક જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકે છે. આગમ ગ્રંથો એ કાચા પારા સમાન છે. સુધર્માસ્વામીની પાટ-પરમ્પરાએ આવેલ એવા ઉત્તરાધિકારી આચાર્યભગવંતો જ જૈન શાસનના શ્રુતના અધિકારી-માલિકી ધરાવે છે અને તેઓની આજ્ઞા, મંજૂરી અને માર્ગદર્શન અનુસાર જ આગમ ગ્રંથોનો અભ્યાસ કરી શકાય. શ્રુતજ્ઞાનનો સમગ્ર ખજાનો બધા જ માટે ખુલ્લો મૂકી દેવાની વાત વિચાર કરતા યોગ્ય જણાતી નથી. પ્રાયશ્ચિત્ત અને છેદ ગ્રંથોનો અધિકાર તો ફક્ત ગીતાર્થ જ્ઞાની ગુરુભગવંતનો જ છે. તેઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને ધ્યાનમાં લઈને યોગ્ય વ્યક્તિને તેને અનુરૂપ આલોચના આપતા હોય છે. હવે શ્રાવક જ જો આવા ગ્રંથો વાંચીને જાતે જ પ્રાયશ્ચિત્ત લેતા-આપતા થઈ જાય તો શું પરિણામ આવે ? આ ગીતાર્થોનો વિષય છે રિવૉલ્વર, બંદૂક કે ઍરોપ્લેન ચલાવવાનું લાઈસન્સ બધાને અપાતું નથી. જે તે વિષયની ટ્રેનિંગ અને તેમાં નિષ્ણાત થયા બાદ જ તે ચલાવવાનો અધિકાર મળે છે. રાજ્યતંત્રમાં પણ દરેક ઉપરી અને નીચેના અધિકારીના અધિકાર જુદા જુદા હોય છે. કેટલીક વિગતો ગુપ્ત રાખવાની હોય તો ફક્ત LALS. કે .PS. અથવા તો મંત્રીમંડળને જ જાણમાં હોય છે. એ જ રીતે ધર્મશાસ્ત્રમાં પણ દરેકના અધિકારો અલગ અલગ હોય છે. એનો અર્થ એ કે ગુરુઆજ્ઞા વિના શાસ્ત્રવાંચન ન કરાય. જૈન શાસનના પાયાની બંધારણીય વ્યવસ્થા દરેક સંપ્રદાય અને સમુદાયે પણ જાળવવાની ફરજ છે. ઘરમાં વડીલોનો હક્ક, મોભો જાય પછી મર્યાદાઓ તૂટતાં અવ્યવસ્થા સર્જાય છે. તેમ આચાર્ય ભગવંતોનો પણ એક મોભો હોય છે. તેઓના ચોક્કસ અધિકારો હોય છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર શ્રાવકોનો હોઈ શકે નહીં. શ્રુતજ્ઞાન બે પ્રકારના અધિકારી માટે હોય છે. જિન શાનનના ચેતામ્બર સમુદાયના બંધારણ પ્રમાણે અમુક આગમોનો અભ્યાસ સાધ્વીજી ભગવંતો માટે પણ કહ્યો નથી અને છેદ ગ્રંથો તો ફક્ત વિશિષ્ટ યોગવહન કરેલા સંયમી ગુરુભગવંતોનો જ અધિકાર છે. તેથી આ ગ્રંથોનો અનુવાદ કે વેબસાઈટ પર મૂકવામાં વાજબી નથી. ૨૨૫ CC જ્ઞાનધારા COC માર્ગાનુસારી ગુણોનું નિરૂપણ, જીવવિચાર, નવતત્ત્વ કે કર્મગ્રંથ જેવા પ્રકરણ ગ્રંથોની બાબતો દરેકને એકસમાનપણે ઉપયોગી હોય છે. પ્રભુ મહાવીરની વાણીરૂપી આ શાસ્ત્રગ્રંથો જગતના ચોગાનમાં મૂકવા જોઈએ. જેનાથી અનેક લોકો પામે અને સર્વ જીવોનું કલ્યાણ થાય, એવા પ્રાકૃત-સંસ્કૃત સાહિત્યનું ગુજ-હિન્દી કરવું જોઈએ અને જરૂર મુજબ વિદેશી ભાષા અંગ્રેજી, ફ્રેંચ કે ઈટાલીમાં પણ અનુવાદ કરવા જોઈએ. જૈન ધર્મ સમગ્ર વિશ્વ માટે શાંતિ-સમાધિ આપનાર ધર્મ છે. કપાયોથી મુક્ત થઈ આત્મસાધનાની અનોખી રીતો એમાં બતાવેલી છે, પરંતુ જે તે વસ્તુ પાચક થવી પણ જરૂરી છે. જેમ તાવના દર્દીને ગુંદરપાક શરીરનું પોષક ન બને, પણ ભારે પડે – વધુ અહિત કરે તેમ મોટા ભાગના ગૃહસ્થોના રાગદ્વેષની પરિણતિ અતિવિષમ, વિકટ હોઈ તેમને આગમ કે છેદ સૂત્રોના ગંભીર જ્ઞાનરૂપી ગુંદરપાક આપી શકાય નહિ. રોગીને આપેલ ગુંદરપાક જેવી રીતે નુકસાનકારક છે તે જ રીતે મોહને વશ થયેલ સાંસારિકને ગૂઢ શાસ્ત્રોરૂપી અર્ક તેના અને સાથે બીજા અનેકને પણ નુકસાનકારક થાય છે. અપરિણીત વ્યક્તિના હાથમાં આવેલ શાસ્ત્રો એ શ્રદ્ધાનો નહીં, પણ સંશોધનનો વિષય બને છે અને એમાં સર્વજ્ઞ પ્રત્યેની શ્રદ્ધાની ખામી હોય છે. સાથેસાથે જ જે તે હકીકતને શંકાભરી નજરે જોવાની પણ એક દૃષ્ટિ હોય છે અને તેના લીધે ગંભીર આગમોના અર્થના અનર્થો કરી બેસે છે. બીજી મહત્ત્વની વાત ધ્યાનમાં લેવા જેવી છે કે આગમાદિ ગ્રંથો આચારપ્રદર્શક છે. માત્ર શુષ્ક જ્ઞાન જૈન ધર્મમાં માન્ય નથી. વિદ્વાનો દ્વારા થતા આગમાદિ ગ્રંથોના અભ્યાસમાં આચાર-પાલન, આચારશુદ્ધિની ખેવના ક્યારેક તો લેશમાત્ર પણ હોતી નથી. માત્ર તેના સંશોધનાત્મક અભ્યાસ દ્વારા લૌકિક ડિગ્રી જ મેળવવાની ભાવના હોય છે, જે આગમના ગ્રંથોના અભ્યાસની અયોગ્યતા દર્શાવે છે. શુષ્ક જ્ઞાનની મહાપુરુષોએ ક્યારેય પણ વિશેષ કિંમત કરી નથી. જ્ઞાનમ્ ક્રિયાભ્યાં મોક્ષ : સમ્યગ્ જ્ઞાન અને શુદ્ધ આચરણ દ્વારા જ મોક્ષપદને પામી શકાય છે. મૂળભૂત આગમ ગ્રંથોના સાર સમાન પ્રારંભિક લોકોપયોગી સાહિત્યનો પ્રચાર કેવી રીતે વધુમાં વધુ કરી શકાય તે માટે નક્કર વિચારણાઓ સેમિનાર દ્વારા કરવી જોઈએ. આજનો યુગ એ માહિતી અને વિજ્ઞાનનો યુગ છે એ વાત માન્ય છે, પણ ૨૨૬
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy