________________
તદનનાં વૈજ્ઞાનિક તથ્યો
અમદાવાદસ્થિત ડૉ. પ્રવીણભાઈએ જૈન ધર્મમાં જ્ઞાનમીમાંસા’ વિષય પર Ph.D કર્યું છે. પ્રવીણભાઈ જૈન ધર્મ પર દેશ-વિદેશમાં
|
પ્રવચનો આપે છે અને
ડૉ. પ્રવીણ સી. શાહ
ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે
હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં આવિષ્કારો કર્યાં
છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, | ભાગ લે છે. શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબીક્ષેત્રે તથા
ભૂગોળ-ખગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યો છે. અવકાશી ગ્રહોનાં સંશોધનો કર્યાં છે તેનાથી તો આધ્યાત્મિક જગતના ઋષિમુનિઓએ પ્રગટ કરેલાં રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે.
વિવિધ જૈન સેમિનાર્સમાં
શ્રુત સાગર જેવા જૈન દર્શનના તત્ત્વજ્ઞાનના વિષયોમાં પુનર્જન્મ, જાતિસ્મરણ જ્ઞાન, અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, કર્મવાદ, આત્માની સ્વતંત્રતા, આત્મા અને શરીરનો ભદ, પદાર્થ વિજ્ઞાનમાં અણુ-પરમાણુ - વર્ગણાઓની ચર્ચા, કાર્મણ વર્ગણાનું વિશ્વનું ચૌદ રાજલોક સંબંધીનું સ્વરૂપ, દેવલોકનું સ્વરૂપ, ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં થયેલા જીવોના આયુષ્ય, કાળનું સ્વરૂપ, ગણિતની સંખ્યાઓ અને શૂન્ય, અસંખ્યનું સ્વરૂપ, જૈન ભૂગોળના નકશાનું વર્ણન વગેરે અનેક બાબતોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ જે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે તે જાણી આનંદ અને આશ્ચર્ય થાય છે અને સર્વજ્ઞનાં વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે. આપ સમજી શકો છો કે આ બધા વિષયનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપણા લેખની મર્યાદામાં રજૂ કરવું આવશ્યક છે, પણ જૈન આગમ ગ્રંથોમાં સંશોધન કરતા ખાતરીપૂર્વક કહી શકાય કે આવા અતિન્દ્રિય પદાર્થોની ચર્ચા વૈજ્ઞાનિક સંશોધનોથી સચોટ પુરવાર કરી શકાય છે. અહીં મુખ્ય વિષયોમાં વૈજ્ઞાનિક સંશોધનોએ કરેલાં-તારવેલાં સત્યોથી જૈન દર્શનના પદાર્થોને સિદ્ધ કરવામાં મળતી પુષ્ટિનો ઉલ્લેખ કર્યો છે.
જૈન દર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, તોપણ બંને (જૈન
૨૦૩
CNC જ્ઞાનધારા
©
દર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખયાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાન અને ધર્મ નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિના વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડૉ. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકસ્સલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ પણ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
વન્સ્પતિમાં જીવ છે :
અઢી હજાર વર્ષ પહેલાં, ભારતના આર્ષદ્રષ્ટા ભગવાન મહાવીરે સામાન્ય વાત કહેતા હોય તેમ ભાખેલું કે વનસ્પતિમાં પણ જીવ છે ને તેને સ્પર્શતા દુઃખ થાય
છે
આ હકીકતને વિજ્ઞાનજગતમાં ત્યારે સ્થાન મળ્યું, જ્યારે કેસ્કોગ્રાફ સર જગદીશચંદ્ર બોઝે શોધ્યો. આનું વિશેષ વિવેચન ગ્રંથોમાં જોવા મળે છે.
વૈજ્ઞાનિક સંશોધનો અને પ્રયોગો દ્વારા ફલિત થતા આત્માદેહનો ભેદ, પુનર્જન્મ અને કર્મવાદની સાબિતી
-
એડ્ગર કેસીના અઢી હજાર લાઈફ રીડિંગ્ઝ આપેલા સચોટ પુરાવાઓ તેમ જ પુનર્જન્મ વિષયક યુનિવર્સિટી કક્ષાએ થઈ રહેલાં સંશોધનોએ અમેરિકામાં તેમ જ જગતભરમાં પુનર્જન્મના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરી દીધો છે. એ જ રીગ્રેશન દ્વારા એ સાબિત થાય કે વ્યક્તિના જ્ઞાનનો આધાર દેહ નથી, દેહથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનાર કોઈ જુદું તત્ત્વ દેહમાં છે અને દેહના નાશ સાથે તત્ત્વનો નાશ થતો નથી. આત્માને પોતાની અભિવ્યક્તિ માટે એક શરીર કાર્યક્ષમ ન જણાય તો તે એ કાર્યને અનુરૂપ અન્ય શરીર શોધી લે છે.
આત્માને પોતાની હયાતી માટે શરીરની જરૂર નથી, પણ તે માત્ર અભિવ્યક્તિ માટે શરીરનો સાથ શોધે છે. આ વિષયનાં અનેક દૃષ્ટાંતો પુસ્તકોમાં જોવા મળે છે જેની વૈજ્ઞાનિક રીત સચોટ ખાતરી મળેલી છે.
ઈ.એસ.પી.-અતિન્દ્રિય જ્ઞાનશક્તિની જેમ પુનર્જન્મના વિષયમાં પણ પરામનોવિજ્ઞાન (પેરાસાઈકોલૉજી) દ્વારા વ્યાપક સંશોધનો થઈ રહ્યાં છે, જેનાં પરિણામોએ પુનર્જન્મમાં ન માનનાર પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક માન્યતાએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી એવા એ પશ્ચિમના દેશોમાં પણ
૨૦૪