SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (154) (૧) -ઉત્પસિતી પૂરી સંભાવના હોય છે. તેથી, ચૂઢી અથવા ત53; વ્યવસ્થિત તપાવાય અને ભેજ રહી જાય, એવી કાળજી બનાવતી વેળાએ, વિશેષથી લેવી જોઈએ. બની ગયાં બાદ, બરણીમાં વ્યવસ્થિત પેક થઈ જાય અને હવા ન લાગે, તેની પણ બરાબર કાળજી લેવાથી, નિર્દોષ અનંતકાયની વિરાધાથી બચી શકાય છે. ry બજારમાં બનેલ મિઠાઈ આદિનો પણ શક્ય બને તો, શ્રાવકોએ ત્યાગ કરવો જોઈએ. જેથી, કાયાં માવાને લીધે, વધુ પડતું વાસી થવાને લીધે, નિગોદ- ફુગાદિની ઉત્પત્તિ અને વિરાધનાથી બચી શકાય. ચોમાસામાં આસો મહિના સુધી, ભેજનું પ્રમાણ વાતાવરણમાં ખીચીયાં પાવડાદિ પાપડી, આસો વધુ પડતું હોવાથી, મગનાં પાપડ, મહિના સુધી ન વપરાય. કારણ કે, પાપડમાં કારનું પ્રમાણ વધારે હોવાથી, ફ્સાર તો વાતાવરણમાંથી ભેજને ખેંચે છે. પછી, બેનાં લીધે, નિશીદ ફુગાદિની ઉત્પત્તિ, ઘણીવાર, થઈ જાય છે. તેથી, પાપડની વપરાશ ૐ પાપડનું શાક આદિ પણ, ચોમાસામાં છોડી દેવું જોઈએ. બિલ્ડીંગમાં નિગોદની વિરાધનાથી બચવાં માટે, કરેલ ડામરની અથવા ઓઈલ પેઈન્ટનાં સફેદ પટ્ટામાં પણ, જો વચ્ચે વચ્ચે ખાંચાઓ હોય અને જો તેમાં પાણી એકતિત થઈને સૂકાતું ન હોય, તો પટ્ટા ઉપર પણ લીલ-નિગોદની ઉત્પત્તિ થઈ જાય છે. તેથી, જે જમીન ઉપર, પાર્ટી કરવામાં આવેલ હોય, તેમાં પાણી ભેગું ન થઈ જાય, અને સહેલાઈથી વહી જાય, એ રીતે, જમીનને લીસી સપાટ સમતલ કર્યા બાદ જ પો આદિ કરાવાય, જેથી તેની ઉપર નિગોદ થવાની સંભાવના ન રહે. (F) (88) ચોમાસામાં ભારે વરસાદને લીધે, ચારેય બાજુ, પૂરતાં પ્રમાણમાં લીલ- નિગોદની ઉત્પત્તિ થઈ જવાને લીધે, ચોમાસાનાં ચાર મહિનામાં તીર્થયાત્રા કરવાનું ટાળવું. કારણ કે, તીર્થમાં કમ્પાઉન્ડ આદિમાં પણ ચાલવાથી લીલ-નિષદનાં અનંતા જીવોની વિરાધના થઈ જવાથી, તે જાત્રા ઈ રીતે કળી શકે? કારણ કે, આ રીતે, હારચક્ર નિગોદ- લીલ - ઘાસાદિ ઉપર ચાલીને, પૂજાદિ કરવાથી, કદાચ, બાન કરતાંય વિરાધનાની નુકસાની વધી જાય, તેવી શક્યતા છે. (૫) સીમાસાની દારૂઆતમાં, લીલ-નિગોદાઉદની વિરાધનાથી બચાં માટે, ડામર અથવા સર્વેદ ઓઈલ પેઈન્ટનાં પટ્ટા મારવાની, (૧૬૬ | श्रापडोनी भगृतिनां जलाये, बिल्डींगनां डम्पाउन्ड मां तो जीतનિગોદની વિરાધના વિના, પગ રાખવું પણ શક્ય ન બને, એવી સ્થિતિ સર્જાઈ જાય છે. એકવાર ચોમાસું ચાલુ થઈ ગયાં બાદ ૩ સતા, ઓછો- વધતો વરસાદ મુંબઈમાં ચાલુ રહેવાથી, સળંગ ૪-૪ મહિના સુધી પણ બિલ્ડીંગની લીલ- નિગોદ સૂકાતી નથી. તેથી, શ્રાવકોનાં લાખ આમ્રફ્ અને ભક્તિભાવ હોવાં છતાંય, ચોમાસામાં પ્રવેશ બાદ, સળંગ ૪-૪ મહિના સુધી સંઘનાં ૯૫ 7. – ૯૮ ", શ્રાવકોનાં ઘરોમાં, એકપણ વાર, ગોચરી વહોરવા જઈ ન રાકાય, એવું પણ બને છે. અરે ! સામાન્યતયા વહોરવા તો ન જઈ શકાય, પરંતુ, પર્યુષણમાં અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ, માસક્ષમણ, સિદિતપ, શ્રેણીતપ આદ મોટી તપશ્ચર્યા કરનારાં તપસ્વીઓનાં આંખે આંસુ આવી જાય અને કરગરીને પારણાં માટે પધારવા માટેની લાખ વિનંતી હોવાં છતાંય, એક પણ તપસ્વીતાં ઘરે, લીલ- નિગોદનાં કારણે જઈ ન ૨કાય – એટલી હુંદે, પરિસ્થિતિનું સર્જન થઈ જાય. શ્રાવકોનો આગ્રહ અને શાંતભાવ સારામાં સારા હોવાં છતાંય, શ્રાવકોનાં ભાવ સાચવવાં માટે, લીલ- નિગોદનાં અનંતા નિર્દોષ જીવન ચડીને, ગોચરી વહોરવા માટે અમારે જવાનો નિષેધ પ્રભુએ કરેલ છે. તેથી, કાળજીજાગૃતિ પૂર્વક, ચોમાસા પૂર્વે જ જો સફેદ પટ્ટો મરાઈ જાય, તો અનંતા જીવોની વિરાધનાથી, ઘરનાં તથા બિલ્ડીંગનાં બધાં સદસ્યીને બચાવવાનો મોટો લાભ મળી શકે અને પૂ. સાધુ સાધ્વીજીનાં સુપાત્રદાનનાં લાભથી પણ વંચિત ન રહેવું પડે. (૬) બિલ્ડીંગમાં થયેલ લીલ-નિગોદ ઉપરથી રોજ-રોજ પસાર થવાત લીધે, ધીરે - ધીરે કરીને, હ્રયનાં પરિણામો કઠોર થઈ જાય. તેથી, શરૂઆતનાં દિવસોમાં, લીલ ઉપરથી ચાલવામાં જે ડંખ-પશ્ચાતાપ અને અરેરાટી હ્રદયમાં થતી હતી, તે ધીરે-ધીરે કરીને નીકળી જવાથી હ્રદયનાં કોમળ પરિણામો કઠોર- નઠોર થઈ જવાની મોટી નુકસાની શ્રાવકોએ વેઠવી પડે છે. આ રીતે, જાણીજોઈને, ઠોર કરી નાખેલ હૃદયથી, પછી પૂજા- સામાયિક – પ્રતિક્રમણ આદિની શુભ આરાધનાઓ કરવાં છતાંય, માત્ર બાહ્ય કાયાનાં સ્તરે, આાધનામાં જોડાવાય છે, પરંતુ, હ્રદયનાં શુભ ભાવો સાથે, લગભગ જોડાવાનું થતું નથી. તેથી, સારામાં સારી પૂજા-પ્રવચન
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy