SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત પદ ૨૫ એવી જ્યાં શ્રદ્ધા હોય તે પૂર્ણ શ્રદ્ધા છે અને એવી વાણી તે પ્રભુસંમિત વાણી છે. તમે કદાચ એમ કહેશે કે આ રીતે તે પ્રભુસંમિતવાણીથી અંધશ્રદ્ધા થાય છે. આ માન્યતા ખોટી છે. અંધશ્રદ્ધા સમજવાને માટે ઉદાહરણ લે. એક નિશાળમાં માસ્તર બેઠા છે અને બાળકને ભણાવે છે. બાળકે માસ્તરનું કહ્યું અક્ષરે અક્ષર સાચું માને છે તેમાં તેઓ દોષ કે દલીલ ઉઠાવતા નથી. આવી રીતે બાળકો માસ્તર ઉપર શ્રદ્ધા રાખે છે, તે શ્રદ્ધાને આપણે આંધળી શ્રદ્ધા કહી શકતા નથી. અરે બાળકનું ઉદાહરણ શા માટે ? મેટા માણસે પણ દવાખાને જાય છે અને ડૉક્ટરને તબીયત બતાવે છે ત્યારે ડોક્ટર કહે છે કે–તમારા જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા છે અને તમારે ઝેરકચરાના સત્વવાળી દવા લેવી પડશે. તે એ વખતે દરદી પિતાનું માથું ફોડીને જ્ઞાનતંતુઓ કાઢીને તે તપાસી તે નથી કે એ ખરેખરા બળવાન છે કે નિર્બળ છે, પણ ટૅક્ટરે કહ્યું એટલે તે કથન માની લે છે અને દવા ખાય છે. આ શ્રદ્ધા એ અંધશ્રદ્ધા નથી. ભગવાન શ્રીગૌતમસ્વામી પુરુષને પારખવે, તેને જ્ઞાનની ખાતરી કરવી, તેના ગુણાવગુણેની ખાતરી કરવી અને પછી તેના કથનમાં વિશ્વાસ રાખવે એ અંધશ્રદ્ધા નથીજ. અંધશ્રદ્ધા તે તેજ છે કે પુરુષને પારખ્યા વિના જ તેનું કહેવું માની લે. તે સાચી-અપવાદ રહિતની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે આ તફાવત છે અને તે ખાસ કરીને પ્રત્યેકના લક્ષમાં
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy