________________
તપપદ
૨૬૫
વસ્તુ છે. હવે તેનું આરાધન શી રીતે કરવાનું છે તેને વિચાર કરે. “ઔષધ ! ઔષધ ! આરોગ્ય ! આરોગ્ય !” એવું લવાથી જ માત્ર દવાનો પ્રતાપ લાગતું નથી અને રોગ જીતે નથી. તેજ પ્રમાણે તપ પણ માત્ર તપ, તપ એમ કરવાથી તપ થઈ શકતું નથી. મેઢેથી એકજ શબ્દને ઉચાર કર્યા કરીએ, હાથજ ઉંચે કરી રાખીએ. ફરતે અગ્નિ સળગાવીને વચ્ચે બેસીજ રહીએ અથવા એવાજ બીજા ખેલ કરીએ; તેથી તેપ થયું એમ નથી કહી શકાતું. બાર ભેદવાળા તપને આચરવાને માર્ગ એ છે કે તેના બાર ભેદમાં રૂચિ રાખવી અને તેનું સેવન કરવું એ તપનું આરાધન છે; પરંતુ એ તપ પણ “તપ” ત્યારે જ છે કે જ્યારે એમાં ખટાશ નથી હોતી ! દૂધના ભરેલાં તપેલાંનાં તપેલાં હોય પરંતુ તેમાં જે એક રજ જેટલી પણ ખટાશ પડી જાય તે સમજી લેશે કે તે દૂધ તે દૂધ તરીકે રહેતું નથી. તેજ સ્થિતિ તપની પણ સમજી
ત્યા. તપ કરવું ખરું, પણ તે શા માટે વારૂ? મોક્ષપદ પામવા માટે, ત્યારે મોક્ષના ધ્યેયપૂર્વક બારે ભેદેમાં રૂચિ રાખીને જે તપ થાય છે તેજ તપ છે અને એ તપને નવમે પદે એ રીતે આરાધવાનું છે.
પરંપરાએ આરાધાતું, શાસને અને પૂર્વાચાર્યોએ ઉપદેશેલા અને શ્રીપાળ જેવા ભદ્ર પુરૂષે આદરેલા નવપદને આ મહિમા છે. આ મહિમા જેઓ સાંભળશે, સાંભળીને તેને જેઓ આદરમાં મૂકશે; તેઓ આ ભવ, પરભવનું સાચું સુખ મેળવી આત્મકલ્યાણના મહાગૌરવવન્તા સ્થાને પહોંચી શકશે.