SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ તપપદ ૨૬૧ છે. પરંતુ હતું. તીર્થંકર મહારાજાઓએ પણ તપ કર્યો છે. આત્મધ્યાનની જેઓ મહત્તા ગાય છે અને આત્મધ્યાનેને જ આગળ કરી તપને પાછળ નાખે છે, તેઓ એક રીતે તપના ઘેર દ્વેષીઓ છે એમજ માની લેજે ! આત્મધ્યાન ખરાબ છે એમ આ કહેવાને હેતુ નથી; પરંતુ એટલી વાત ચોક્કસ છે કે આત્મધ્યાન પ્રકટાવનાર તે તપ છે. હવે આત્મધ્યાન એ શી વસ્તુ છે તે સમજી લેવાને જરા વિચાર કરે. જેને આત્મજ્ઞાન થવા પામ્યું છે તે તે એવી ઉંચી ભૂમિકા ઉપર બેસી જાય છે કે પછી તેના સ્વાદાસ્વાદને લેપ થાય છે. જેને આત્મદશા પ્રાપ્ત નથી થઈ તેઓ એમ કહેશે કે બરફી મીઠી છે અને કરિયાતુ કડવું છે, કારણ કે સ્વાદના રસ તેને છે, પરંતુ જેને આત્મપ્રાપ્તિ થઈ છે તેને તે માત્ર મોટે બલવામાં જ નહિ, પણ આચરણમાં સુદ્ધાં કેરી, લીબું, કરિ. ચાતુ કે મીઠું બધા સ્વાદે પણ સમાન છે. હવે તપ કરવાવાળાની સ્થિતિ વિચારી જો. તપ કરવાવાળાં પર્યુષણમાં તપ કરે છે; પરંતુ પર્યુષણ પુરાં થયાં કે પછી શરીરને પિષવાની પણ વાત કરે છે, જેને આત્મપદપ્રાપ્તિ થઈ હોય તેને તે ઉપવાસ શું અને પારણ શું ? તેને પારણાની પણ આવશ્યકતાજ નથી. આત્મજ્ઞાનની સ્થિતિ આવી વિકટ છે અને તેથી તપને ગ્રહણ કર્યા વિના આત્મધ્યાનની કિવા આત્મપદની પ્રાપ્તિની આશા રાખવી એ માત્ર મૂર્ખાઈ છે. તીર્થકર મહારાજે ચાર જ્ઞાનના ધણી હતા; છતાં તેમણે તપને ત્યાગ કરીને આત્મધ્યાનને અપનાવી લેવાને માગ લીધે ન હતું. એટલાજ માટે નિયુક્તિકારે, પંચવસ્તુકારે સ્પષ્ટ રીતે લખી દીધું છે કે દેવતાએ પૂજેલા એવા તીર્થ નહિ, પણ એ સમાન
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy