SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રપદ ૨૪૫ એક જ જવાબ છે કે ભગવાન શ્રી મહાવીર દેવને મનઃપઅર્વવજ્ઞાન દીક્ષા લીધા પછી જ થયું હતું. માત્ર ભાવનાની કિંમત જૈનશાસને ગણી નથી અથવા પ્રકૃતિએ પણ એકલી ભાવનાની કિંમત ગણી નથી; આગળ વધીને કહું તે વ્યવહારે પણ નરી ભાવનાની કિંમત કરી નથી. મનમાં ભાવના કર્યા કરે કે “હું રાજા છું, હું રાજા છું, ” પરંતુ રાજપ્રાપ્તિ ન કરે ત્યાં સુધી જનતા તેને રાજા માનતી નથી. તેજ પ્રમાણે જૈનશાસન, કુદરત અને વ્યવહાર ત્રણે એકલી ત્યાગપરણુતિ એનેજ સાધુત્વ માનતા નથી; સાધુત્વ ત્યારે મનાય છે કે જ્યારે ચારિત્રગ્રહણની નિશાની હોય ! જેને અવધિજ્ઞાન થયું હોય તે આત્મા જે કાંઈ પણ ગ્રહણ કરવા ચોગ્ય માને છે તે સર્વવિરતિજ ગ્રહણ કરવા યોગ્ય માને છે; બીજું કાંઈ નહિ. શાસ્ત્રકારે કહે છે કે મન:પર્યવજ્ઞાન ગૃહસ્થને થતું નથી, તે જ્ઞાન તે ચારિત્ર લીધા પછી જ થાય છે. કેવળજ્ઞાન ગૃહસ્થાપણામાં થાય છે, પરંતુ મન:પર્યવજ્ઞાન ચારિત્ર લીધા વિના થતું નથી. ચારિત્ર સાથે મન:પર્યવજ્ઞાન થાયજ થાય એ રજિસ્ટર છે; પરંતુ તેજ પ્રમાણે ચારિત્ર વગર મન ૫ર્યવ ન થાય એ પણ રજિસ્ટરજ છે. ગૃહસ્થપણામાં કેવળ ભાવપરિણતિ થાય, ત્યાગીના બધા આચારવિચારે પાળે અને સંપૂર્ણ રીતે સંસારથી વિરક્ત રહે તે પણ તેને મનાયર્યાય થવાનું જ નહિ એ શાસ્ત્રકાનું વિધાન છે. મન:પર્યવજ્ઞાનને માટે ચારિત્ર ખરૂં જ ખરું. “સાધુત્વની પ્રાપ્તિ ક્યારે થાય ??? ચારિત્રની આટલી આવશ્યકતા વિચાર્યા પછી હવે ચારિ. ત્રનું સ્વરૂપ સમજવાની જરૂર છે. વડી ધારાસભાના પ્રમુખની
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy