________________
૨૨૨
સિદ્ધચક્ર માહામ્ય
હશે કે જેમાં નવપદજીને ગટ્ટો (ધાતુને બનાવેલ કે ચિત્રલ) ન હોય ! નવપદજીના ગટ્ટાનું આ બહુ વ્યાપીપણું એમ જણાવે છે કે સિદ્ધચક્રની ઉપાસના આપણામાં સર્વવ્યાપી છે. દહેરાની વાત દૂર રાખીએ તે પણ જ્યાં જ્યાં જૈન લોકે વસે છે ત્યાં ત્યાં ચૈત્ર અને આશ્વિન મહિનાની ઓળીઓ પણ ધ્યાન બહાર રહેતી નથી. જેનાથી બની શકશે તે એ પ્રસંગે ૯ દિવસ આંબેલ કરશે, તે અશક્ય હેય તે ઉઠતાં બેસતાં આંબેલ કરશે અને તે પણ શક્ય ન હોય તો આઠમ, ચૌદશ આંબેલ કરશે ! એ સઘળા ઉપરથી માલુમ પડે છે કે નવપદની આરાધના આપણામાં બહુ વ્યાપક છે. પણ આ નવપદની આરાધનાની વ્યાપકતા કેવી છે તે તપાસે. નવપદના ગુણેને અંગે જે એની વ્યાપકતા હતા, તે તેની ગેરહાજરીમાં આપણા અવગુણે પણ આપણને સ્પષ્ટ રીતે દેખાત; પરંતુ તે આપણને દેખાતા નથી તે ઉપરથી માલુમ પડે છે કે નવપદજીના ગુણ આપણે જાણ્યા નથી. શાસન
નવપદારાધન”ને હીરે માને છે, હીરે માનીને શાસને એ આરાધના આપણને ભળાવી–સેંપી છે, પણ આપણે એ હીરાને પારખી શકતા નથી
નવપદની આરાધનાના ગુણે જાણીને જે એ આરાધના થતી હેત, તે શું થાત તેને વિચાર કરે. તે તે આપણું એવી ખાતરી અને માન્યતા થઈ જાત કે નવપદ સિવાયની બીજી કેઈપણ ચીજ તે ચીજજ નથી આરાધ્ય એવું જે કાંઈ છે તે બધું નવપદમાંજ સમાઈ જાય છે, નવપદમાં જે કાંઈ નથી તે આરાધ્ય જ નથી. તેવું બીજું અન્યત્ર