SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનપદ ૨૦૭ પગલિક પાપ-પૌગલિક રસિક્તા વધે છે, છતાં આનંદ થાય છે. હવે જે આત્માની ખાતરી છે કે આશ્રવ એ ખરાબ છે, તે આ વધારાને અંગે દીલગીરી ન થતાં આનંદ શા માટે થાય છે વારૂ ? પાંચના પશ્ચીસ મળે દીલગીરી નથી, આનંદ થાય છે; કરે થાય છે તે સંસારબંધનમહનું કારણ વધ્યું એમ લાગતું નથી, આનંદ થાય છે આ ઉપરથી સ્પષ્ટ લાગે છે કે પરિગ્રહ એ પાપરૂપ છે એવું માત્ર ગુરુ પાસે ભણવા માટે જ રાખ્યું છે, પરંતુ તે વસ્તુ આત્માએ કબુલ રાખી નથી. જે આશ્રવ એ પાપ છે, પરિ. ગ્રહ એ પાપ છે એ વાત આત્માએ માન્ય રાખી હેત તે તે આત્મા સંતાન કે દ્રવ્યપ્રાપ્તિ વખતે કદી પણ આનંદ દાખવી શકે જ નહિ ! પરિગ્રહ સારા કે ખરાબ ? ત્યારે હવે એ વાત વિચારે કે આશ્રવ, બંધ કરવા લાયક છે, ત્યાગ કરવા લાયક છે એવું આત્મા કયારે માનશે? સમ્યક્ત્વની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે જ; તે સિવાય નહિ. સમજી લે કે હાથે ખસ થઈ છે. ખસ થઈ છે એ સારું છે એમ કોઈ માનતું નથી, તેને ત્યાગવા ગ્ય જ છે એમ બધા માને છે. પરંતુ ખસ મટાડવી (એકદમ મટાડી દેવી) એ આપણા હાથમાં નથી, છતાં ખસના ફેલા વધે તે તે દુઃખકર્તા છે અને ખરાબ છે એમ માનીએ છીએ. હવે અહીં એક વિચારવાની બારીક વસ્તુ કહું છું તે બરાબર ધ્યાન દઈને વિચારજો ! ખસ ખરાબ છે એમ તે અંતરથી સૌ કોઈ માને છે, જે કાંઈ જાદુમંતર હોય અને એ ખસને ઉડાવી
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy