________________
સિદ્ધચક્ર માહાત્મ્ય
સઘળામાં સમ્યક્ત્વને આવશ્યક અને જરૂરી માન્યું છે. સમ્યકૃત્વ છે ત્યાં સ કાંઈ છે; જ્યાં સમ્યકૃત્વ નથી ત્યાં કાંઈ પણ નથી. હીરા અને મેતીની કિંમત તેમની સ્થૂલતા ઉપરથી જ અંકાતી નથી; તેજ અને પાણી એ ઉપરથી હિરાની કિંમત અંકાય છે. તેજ પ્રમાણે જૈનશાસનમાં અરિહંત ભગવાનાદિકનું મૂલ્ય પણ તેમના તેજ અને પાણી ઉપર અર્થાત્ સમ્યક્ત્વ ઉપરજ છે. સમ્યક્ત્વ એજ અરિહંત આદિ હીરા અને મેતીનુ તેજ અને પાણી છે. અરિહંતાદિકને આરાધના વૈગ્ય માનવામાં આવે છે તે શા કારથી માનવામાં આવે છે તે વિચારી. એજ કારણથી કે તેમનામાં સમ્યકૃત્વ રહેલું છે. હીરા અને કોલસા બને એક ખાણમાંથી નીકળનારી પાર્થિવ પદાર્થ છે; પટ્ટામાં તફ્રાવત નથી. છતાં હીરા અને કેલસાને જુદા શાથી ગણુવામાં આવે છે વારુ? એકજ કારણથી! હીરામાં તેજ છે અને કોલસામાં તેજ નથી. એજ પ્રકાર અહી પશુ છે. જેનામાં સમ્યક્ત્વ છે તે અન્ય તી...કરના ગુણ્ણા સહિત હાય તા તે તીર્થંકર છે, પરંતુ જો સમ્યકૃત્વ ન હોય તે કાંઈ નથી ! ! ત્યારે આ ઉપરથી માલુમ પડે છે કે સમ્યગ્દન એ ગુણુ હોઇ તે શાસનની જડ છે, અને આરાધનાના મૂળ તરીકે પણ સમ્યગ્દર્શનની જ જરૂર છે. ત્યારે હવે ખીજા એ પ્રશ્ન ઉકેલી જુએ કે સમ્યગ્દર્શન એટલે શું ? સર્વજ્ઞ ભગવાને જે આગમા નિરૂપણુ કર્યા છે, તેમણે જે જે તત્ત્વ પ્રગટ કર્યુ છે, જીવાદિકના જે જે વિભાગેા પ્રકટ કર્યાં છે તે સઘળાનું શ્રદ્ધાપૂર્વકનું દર્શન તે સમ્યગ્દર્શન છે.
૧૮૮