________________
સાધુપદ
૧૪૫ નથી, પરંતુ જેઓ એ દિશામાં તિયાર છે તેમની ટીકા કરવી હેય તે ત્યાં આપણે પાછા સૌથી પહેલા ખરા જ! એને સીધે સાદે અર્થ એટલેજ છે કે આપણને સંસ્કાર જ નથી ! સંસ્કારને નામે શન્ય છે અને છતાં સામાની ટીકા કરવાની હોય કે તરત આપણે તેયાર બની જઈએ છીએ. એાળીની આરાધના કરવી હોય તે તેમ કરતાં આપણું માથું દુખે છે; પરંતુ ઓળી કરનારે આમ ભૂલો કરી છે એમ બતાવીને આપણે તેની ભૂલ કાઢવી છે ! આજની દુનિયાએ પ્રગતિ કરી હોય તે શી બાબતમાં ? પારકાના દૂષણે શોધી કાઢવાની બાબતમાં ! આખું શરીર સારૂં હોય તેની આપણને દરકાર નથી, પણ શરીરમાં એકાદ ચાંદુ હોય તે તે શોધી કાઢવાની આપણે પહેલાં તૈયારી કરીએ છીએ. સામા માણસે ઓળી કરી, પણ ફલાણું તે કર્યું નહિ એવું બોલતાં પહેલાં મહાનુભાવ! એટલે તે ખ્યાલ કરો કે એ માણસે ક્રિયામાં કેટલી પ્રગતિ કરી છે, અને તમે કેટલા પાછળ રહી ગયા છે ? પારકાના શરીરમાં ચાંદું કયાં છે, પારકાનીજ ખામી શી છે તે જાતની દરકાર રાખનારાઓને હું તેમનાજ આત્મકલ્યાણ માટે પૂછું છું કે હે મહાનુભાવે ! તમે તમારો રેજિમેળ કદી તપાસ્યો છે ? ન તપાસ્યા હોય તે પહેલાં તમારો રોજમેળ તે તપાસો! તમે કઈ દિવસ એવી વૃત્તિ કરી છે કે “ભાઈ ! હું મારું પિતાનું તે સંભાળી શક્યા નથી તે વળી પારકાનું મારે શા માટે જેવા જવું ?” જ્યાં સુધી તમે ક્રિયા કરી નથી અને સરકાર પાડવા નથી ત્યાં સુધી એવા ભાઈએ