________________
શ્રી સાધુપદ सव्वासु कम्मभूमिसुं विहरते गुणगुणेहि संजुत्ते ।
गुत्त मुत्ते झायह मुणिराए निट्ठियकसाए ॥२८॥ - સાધુત્વ એ સઘળા બીજા ઉત્તમ પદનું મૂળ
છે. સાધુ કેને કહેવા? સાધુત્વના નિદકે તે શાસનના ઘેર શત્રુઓ છે. સાધુઓના અનેક પ્રકાર, છતાં સઘળા સાધુઓની શાસને સ્વીકારેલી સમાનતા. સાધુત્વના સ્વીકાર વિના કે મોક્ષે જઈ શકતું જ નથી. જેઓ એમ કહે છે કે અન્ય લિગે મેક્ષ શક્ય છે; તેઓ અન્ય લિંગને અર્થ જાણતા નથી. સાધુતા નહિ તે સિદ્ધતા નહિ. સાધુ એ શાસનમહારાજ્યના સિપાઈઓ છે. સાધુની સેવા એ શ્રાવકશ્રાવિકાઓને પાએલું કર્તવ્ય છે.
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજા શ્રી શ્રીપાળ મહારાજાના ચરિત્રની રચના કરતા એ