________________
ઉપાધ્યાયપદ
૧૨૫
ઉદાહરણ સાંભળો. એક સ્થળે દહેરૂં ન હોય તે તેથી ચાલી શકે એમ વિચારી શકાય કે ભાઈ ! ચાલો આ ગામમાં દહેરૂં નથી, તે બીજે ગામ જઈ દહેરૂં હશે; ત્યાં જિનદર્શન કરાશે; ગુરુનું અસ્તિત્વ ન હોય તેથી પણ કદાચ ચલાવી લઈ શકાય. સાધર્મિક વ્યક્તિને અભાવ હોય, મુસલમાનથી યા બ્રીસ્તિઓથી ભરેલા એક ગામમાં એક જ જૈન હેય, તે પણ તે ચલાવી શકે; પરંતુ ન ચાલે સૂત્રો વિના ! સૂત્રરચના જરૂર જોઈએ. આચાર્યભગવાનેએ સૂત્રે રચ્યાં છે તે તેમાંથી જ્ઞાનદર્શનાદિને પરિણામની શુદ્ધિના સાધને વગેરે બધું મેળવી શકાય છે; પરંતુ બીજા બધામાંથી સૂત્ર જે વસ્તુ આપે છે તે મેળવી શકાતી નથી. એટલાજ માટે ગ્રંથકારોએ જણાવ્યું છે કેઃ “શરથ શબ્દरिसा पाणी, दुसमादोसदूसिया, हा अणाहा कहं हुंता न हुँतो ને નિશાન.એને અર્થ એ છે કે “દુષમા કાળના ભયંકર અનેક દેથી દૂષિત થએલા અમારા સરખા વકજડ પ્રાણીઓ કયાં? અરે જે જિનાગમ ન હેત તે આ વર્કજડ અને અનાથની શી વલે થાત ?” આજની આપણી દશા તે ભરવાડ વગરના ઘેટાં જેવી છે! અરે તેથી પણ ખરાબ છે. ભરવાડ ન હોય તે પણ એક ઘેટાએ માર્ગ શોધી કાઢયે તે બીજું ઘેટું તેની પાછળ જ જશે, પરંતુ આપણને તે દરેકે દરેકને સ્વતંત્ર સ્વતંત્ર માર્ગ શોધી લે છે. અને બધાને જવાબ અમારી પાસે (સાધુઓ પાસે) લે છે. વિચાર કરે કે અમારી જવાબદારી કેટલી છે ? જે આધીન થયા છે, જેણે શંકા વિના માર્ગ કબુલ્ય છે, તેની જવાબદારી અમારા ઉપર છે; પરંતુ જે આધીન જ