________________
ઉપાધ્યાયપદ
૧૧૫
પણ ન્યૂનતા ન હતી; તેઓની વાણી પરિપૂર્ણ હતી, તેમજ અરિહંત ભગવાનએ પ્રદાર્થનું જે નિરૂપણ કર્યું હતું તેમાં પણ ન્યૂનતા નહતી. તે પછી સઘળું પૂર્ણતાએ પહોંચેલું હતું ત્યારે ગણધર ભગવાનેએ સૂત્રરચના શા ઉદ્દેશથી કરી ? ગણધર ભગવાનએ કરેલી સૂત્રરચના ભગવાનથી વિશેષ નિપુણ્યયુક્ત છે એવું નથી. આ સૂત્રરચના એ ભગવાનની દેશના ખામીરહિત રિપોર્ટ છે. રિપોર્ટ ન હોય તે વ્યાખ્યાનની કાંઈ સ્થિતિ નથી ! રિપોર્ટ વિનાનું વ્યાખ્યાન માત્ર ચાર દિવાલ સાંભળી રહે છે ત્યારે રિપોર્ટ દ્વારા પ્રવસાવાએલું વ્યાખ્યાન આખા જગતમાં ફેલાય છે. સૂત્રરચના વિના ભગવાનના વ્યાખ્યાનો સ્થાયી લાભ ન મળત ! ભગવાનનું ભાષણ સાંભળ્યું ત્યારે સાંભળ્યું, પછી કાંઈ નહિ એવી દશા થાત; પરંતુ સૂત્રરચનારૂપ રિપિટ થી સ્થિતિ એ થઈ છે કે ભગવાનના વ્યાખ્યાનને લાભ સ્થાયી બની શકે છે. મિથ્યાત્વના જુદે જુદે સમયે સમ્યક્ત્વ ઉપર આત્માના સમ્યજ્ઞાન ઉપર જે હલ્લા થાય છે, થયા છે અને થશે; તે પણ બધા ગણધર ભગવાનની સૂત્રરચનાને પ્રતાપે રોકાયા છે અને રોકાશે. જેનધર્મમાં ઉત્પન્ન થએલા “ટુંઢિયા ” સંપ્રદાયને તમે જાણે છે. આપણે ધર્મતના જે અર્થો કરીએ છીએ તેથી તેમના અર્થો જુદા છે, તેમણે અર્થે જુદા કર્યા, આગળ વધીને એમ પણ કહી શકાય કે તેમણે અર્થો ઉલટાવ્યા હતા. પરંતુ અર્થ ઉલટાવાવા છતાં તેમને સૂત્રો કાયમ રાખવા પડયાં હતા ! આ ઉપરથી જણાય છે કે સૂત્ર એ તીર્થકર મહારાજે ઉભા કરેલા શાસનમહાલયની કિલ્લેબંધી છે. એ કિલ્લેબંધી જે જસ