________________
સુધી તે આવે છે, પરંતુ જ્યારે તેમાં પણ પાપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ ઓછી થાય ત્યારે જ તે ગ્રંથીભેદના સ્થાન સુધી પહોંચે. અને તે પછી પણ કાંઈક સ્થિતિ ન્યૂન થાય અર્થાત્ તેને અર્ધ પુદ્દગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારે ગ્રંથભેદ. પરંતુ ગ્રંથભેદે કરવાની તેની પૂરતી તૈયારી તે અપૂર્વકરણ કરે ત્યારે જ થાય અને ગ્રંથભેદ, ગ્રંથભેદ થતાં અનિવૃત્તિકરણ તે નિશ્ચિત થાય જ. આ ત્રણ કરણનું ફળ સમકિત-સમ્યગદર્શનની પ્રાપ્તિ છે.
સમ્યગદર્શન અથવા સમ્યકત્વનાં પાંચ ક્રમિક પગથિયાં માની શકાય. અને તે આઃ (૧) સુદેવ સુગુરૂ, અને સુધર્મ પર ઘથી શ્રદ્ધા, (૨) વીતરાગદેવના વચન પર અર્થાત્ જીવ અજીવ આદિ તેની તેમની પ્રરૂપણા પર ઘથી શ્રદ્ધા, (૩) સુદેવ, સુગુરૂ અને સુધર્મ તેમજ જીવ અજીવ આદિ તત્ત્વોની શ્રદ્ધા રાખવા છતાં પુણ્યાનું બંધી પુણ્ય માટે કવ્યારાધના, (૪) ભવનિર્વેદ અને તેના પરિણામે કર્મક્ષય અર્થે ભાવ આરાધના અને (૫) ભવનિર્વેદ-સંસારટાળવા અર્થે કરવામાં આવતી આચરણા.
આવું સ્પર્શ કરેલ સમકિત શુદ્ધ કરવા, ટકાવવા વિકસાવવાનું સાધન એ સમ્યગુજ્ઞાન. આ જ્ઞાન મેળવવા માટે વાચન, સ્વાધ્યાય, ઉપદેશશ્રવણ, મનન, ચિંતન, નિદિધ્યાસન આદિની જરૂર રહે છે. જીવનું, અજીવનું, દેવનું, ગુરૂનું, ધર્મનું, પુગલનું, કર્મનું આદિ સ્વરૂપ સમજવા માટે પ્રયાસ કરે જરૂરી છે. તે વિના પ્રાપ્ત થએલ દશનગુણ ટકે નહિ, વિકસે પણ નહિ.