SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર માહાસ્ય મુંઝાયા ન હતા અને તે વખતે પણ સંયમ તરફનું જ લક્ષ્ય રાખવાનો ઉદ્યમ કર્યો હતો તે એ પતિત થવાની દશા ન આવત. તત્વવેત્તા કર્મવાદ કેમ કબુલ રાખે છે ? દુનિયાદારીની સ્થિતિ શાને અંગે છે તેને વિચાર કરે. ઉપશમની દશા કે ક્ષયપશમની સ્થિતિ, એવાજ બીજા કશાને અંગે દુનિયાદારીની સ્થિતિ હેઈ શકતી નથી; પરંતુ તે ઔદયિકને જ આભારી છે અને આમ હોવાથી જ કર્મવાદ તત્વોને કબુલ રાખવું પડે છે. ઘઉંના બીજને અંકુરરૂપે પ્રવર્તાવવામાં પાછું, પૃથ્વી, હવા, તેજ બધા કારણ છે; પરંતુ એ બધા ગૌણ કારણ હેવાથી જેમ અંકુર ગૌણ કારણને નામે ઓળખી શકાતું નથી, તેજ પ્રમાણે પ્રધાન કારણને ગૌણ બનાવી ગૌણ કારણને પ્રધાનત્વ આપી શકાતું નથી. રાજપ્રતાપ એ કારણ ખરું, પણ તે ગણકારણ છે અને કર્મ એજ મુખ્ય કારણ છે. આથી જ મયણાદેવી ગૌણ કારણને મુખ્યરૂપ આપવાની ના પાડે છે. હવે અહીં મયણાસુંદરીની સ્થિતિ વિચારો. તે જાણે છે કે આટલો સાધારણ અસત્યવાદ પણ ન કરવાને પરિણામે આપત્તિઓ આવવાની છે છતાં તે એને વળગી રહે છે, આ આચરણ કરનારની સ્થિતિ કેવી હશે ? કર્મવાદ ઉપર તેની કેવી અવિચળ શ્રદ્ધા હશે! એનું નામ તે મનુષ્યત્વ છે. સત્ય અને સત્તા એ બેની જગતમાં નિરંતર હરિફાઈ ચાલ્યા જ કરે છે. સત્યને ભેગ આપીએ, તેજ સત્તાધીશ ખુશ થાય છે. ગામમાં, ન્યાતમાં, અરે! છેવટે ઘરમાં પણ જે સત્તાધીશ હેય
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy