SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સિદ્ધચક્ર માહાસ્ય એટલું જ છે કે તે સ્વયં પ્રકાશક છે. તે જ પ્રમાણે શુદ્ધદેવ સ્વયં પ્રકાશક છે, પોતેજ પિતાને પ્રકાશાવે છે, એળખાવે છે. બીજા કે તેમને ઓળખાવી શકતા નથી એને જ અંગે આપણે તેને માનીએ છીએ. કેવળજ્ઞાન વિના બધું નકામું. મતિશ્રુતજ્ઞાનવાળે હાય, અવધિજ્ઞાનવાળા હોય, મનઃ પર્યવજ્ઞાનવાળો હોય છતાંયે એ સઘળા આંધળા મુસાફર જેવા છે. આંધળે કદાચિત આખી દુનિયાએ ફરી વળે, પણ શાથી ફરી વળે ? લાકડીના ટેકાથી ? લાકડીના ટેકા વિના તે કંઈ નહિ કરી શકે. તેવી જ સ્થિતિ અહીં પણ છે. મતિશ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને ધારણ કરનારા એ આંધળા છે; આંધળા છે એટલે એમ ન સમજશે કે આપણા કરતાં નપાવટ છે. આત્મસાક્ષાત્કારને વિષે સ્વયં પ્રયને તેઓ આંધળા છે અને કેવળજ્ઞાનીના વચન એ આંધળાની લાકડી છે. અર્થાત્ ઉપર જણાવેલા ત્રણ જ્ઞાનવાળા કેવળી ભગવાનના વચનને આધારે તેઓ આત્માને જાણી શકે છે; બીજી રીતે નહિ. આત્માને જાણવાનું આપણી પાસે સાધન શું છે ? કેવળી ભગવાનના વચને, એજ પ્રમાણે ઉપર જણાવેલા જ્ઞાનવાળાઓ પાસે પણ આત્માને જાણવાનું એજ સાધન છે; બીજુ સાધન નથી જ ! ઉપરના ત્રણે જ્ઞાનથી આત્માના એક અંશનું પણ જ્ઞાન થવા પામતું નથી. ત્યારે એ જ્ઞાનનું બળ ચાલે છે ક્યાં ? દશ્યમાન વસ્તુઓને જાણવાની એ જ્ઞાનમાં અપૂર્વ શક્તિ છે. પરંતુ અદ્રશ્ય વસ્તુઓને જાણવાની એ જ્ઞાનમાં
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy