________________
શ્રી ગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ઠ્ઠો
છે. જે જે પદાર્થ લઈ એ છીએ, નજરે દેખીએ છીએ તે તે જીવે પરિગુમાવેલા છે. એક અભ્ર (આકાશ)ની વાત છેડીને તમામ પુદ્દગલે જીવાનાં શરીશ છે, એ પુદ્ગલામાં કેટલાક જીવાએ ગ્રહણ કરેલા છે, કેટલાક જીવાએ છોડી દીધેલા છે. ત્યારે પ્રશ્ન એ રહ્યો કે, તે પછી મિશ્રસાપરિણામ કયાં ઘટે ?, પ્રથમ પરિણુમાવાયેલા પુગલે પ્રયાગ-પરિણત કહેવાય. એક વખત વે જે પુદ્ગલે પરમાવ્યા તે પુદ્ગલા બીજી વખત ખીજા જીવા પરિણમાવે ત્યારે તે પુદ્ગલા મિશ્રસાપતિ કહેવાય. જનાવર મરી ગયું, તેનું કલેવર પડયું છે, તેમાં કીડા થયા તે પેલા કલેવરના પુદ્ગલાથી જ થયાને ? ઘઊંના પરિણામ રૂપે રોટલી, બાજરીના પરિણામ રૂપે ાટલા અને પછી ખાખરા થયા તે તો પરિણામાન્તરને ! પ્રથમના જીવાએ જે પુદ્ગલે પોતાના શરીરપણે પરિણુમાવ્યા હતા, તે જ પુદ્ગલાને ખીજા જીવાએ પોતાનું શરીર રચવામાં લીધા તે મિશ્રસા.
વૈક્રિયકલેવર, જીવ ગયા પછી વિખરાઈ જાય છે.
અહીં શિષ્ય શંકા કરે છે કેઃ—“ ભગવન્! એ વાત ખરી કે ક્લેવરમાં પાછળથી જીવાત્પત્તિ થાય તેવા શરીર મિશ્ર-પણિત કહેવાય પણ કેટલાક એવાં કલેવરા હાય તે ક્લેવર ન રહે અને તેથી જીવાત્પત્તિ ન થાય. દેતાના તથા નારકીના જીવે ત્યાંથી ચ્યવે, મરે, નીકળે ત્યારે એ કલેવર ~એ પાંચસે ધનુષ્યની કાયા ત્યાં રહે કે નહિ ?,
ગુરુ મહારાજા સમાધાનમાં જણાવે છે કે, શાસ્ત્રકાર ફરમાવે છે કે ઔદા રકની જેમ વયનાં ક્લેવર રહેતાં નથી. કીડી મરી જાય એનું કલેવર હાય છે, પણ દીપકની મશાલ બૂઝાઈ જાય ત્યારે ક્લેવર હાય છે ?, અગ્નિકાયપણે શરીર છેડયું તેનુ ક્લેવર કયાં ?, દીપક ભૂઝાયા, ક્લેવર ક્યાં છે ?, તે જ રીતે વૈક્રિય શરીરવાળા જીવા છે. આયુષ્ય પૂર્ણ થતાં અત્યન્તર કરે ત્યારે તેમનાં શરીર શખ રૂપે રહેતાં નથી. દીપકના પ્રકાશમય પુદ્ગલની માફક વિખરાઈ જાય છે. તેમાં મિશ્રપણું શી રીતિએ ઘટાવવુ ?, ઔદાક શરીરને અંગે પરિણામ ઘટી શકે છે. જીવે પ્રયત્નથી કરેલાં શરીરથી ખીજા શરીરો થાય ત્યાં મિશ્રપુદ્ગલ કહી શકાય પણ તે ઘટના દારિકમાં જ છે, વૈક્રિયમાં તેમ નથી.