________________
૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ હો
રાજા –“ગુહે માફ, પણ કહી દે જે વાત હોય તે સાફ સાફ !
પ્રધાન-“આ તે જ ખાઈનું પાણી છે કે જેની દુર્ગધથી આપ જીવ લઈને ભાગ્યા હતા. એ જ જલને પ્રગથી આવું બનાવવામાં આવ્યું છે, સત્ય હકીક્ત આ છે.”
રાજા –“ભલા આદમી ! આટલી મહેનત કરવાનું કારણ?, જગતમાં ચોખા જલને કયાં તે છે કે ગંદા જલ પાછળ આટલી મહેનત લીધી?
ખા જલને સુગંધીદાર કરવામાં અલ્પ સમય, અ૫ શ્રમ જોઈએ. હું નથી સમજી શક્ત કે તે આવું શા માટે કર્યું?” " પ્રધાન –“રાજન ! તમે સ્વામી છે, હું તમારે સેવક છું. તમે દુર્ગતિએ જાઓ એ મને ન પાલવે. તમે સત્ય પદાર્થ ન સમજે તે લાંછન મારા આત્માને છે. પુદ્ગલનું પરિણમન પ્રત્યક્ષ આપને બતાવવાને મારે હેતું હતું. પુદ્ગલો સ્વભાવે પરિણમે છે, અને જીવ દ્વારા પ્રાગે પણ પરિણમે છે, અને ઉભય રીતે પણ પરિણમે છે. - સુબુદ્ધિ પ્રધાને આ રીતે પિતે ધારેલા મન્તવ્યની પાછળ પડી, પ્રત્યક્ષ પ્રયોગ દ્વારા રાજાના મગજમાં પુદ્ગલ પરિણમનની વાત ઉતારી, અને આત્મ કલ્યાણ માટેની ભૂમિકા ઊભી કરી. રાજાએ પૂછયું –“પણ આ બધું સમજવું શી રીતે ? ” રાજામાં જિજ્ઞાસા જાગી, સમજવાની તાલાવેલી લાગી. પ્રધાને ધીમેધીમે ન તનું સ્વરૂપ સમજાવ્યું, અને ઠસાવ્યું રાજા સમયે, અને વ્રતધારી થયે.
પુદ્ગલના પરિણામે થાય છે. પુદ્ગલ સ્વતંત્રપણે પણ પરિણમી શકે છે, પ્રગે પણ પરિણમે છે, અને પલટે પામે છે” આવું માનનારે સાચા માર્ગે આવી શકે છે. ફરીને ધ્યાનમાં લે કે- પુદ્ગલ ત્રણ પ્રકારે પરિણમે છે. ૧. સ્વભાવથ, ૨. જીવના પ્રગથી; અને ૩. ઉભય પ્રકારે પણ પરિણમે છે. હવે આ સંબંધમાં વધારે શું કહેવાનું છે તે અંગે વર્તમાન.
- પ્રવચન ૧૯ મું
એ અર્થ પુદગલ-પદ સાથે સમાયેલ છે. पओगः परिणय'त्ति जीवव्यापारेण शरीरादितया परिणताः, 'मीससा परिणयत्ति मिश्रक-परिणता:-प्रयोगविलसाम्यां परिणतः प्रयोगपरिणाममत्यजन्तो विरुसया स्वभावान्तरमापादिता मुक्तकडेच रादिस्पाः।।