________________
રૂપ
ધર્મન્સ પ્રકરણ મળેલી વસ્તુને ઉપગ કર્યો હોઈ શકે? તમને ધૂળની પણ કિંમત છે. નાને છેક ચેપડામાં લખવા ઉપર નાખવાની રેતી ફેંકી દે, તે તમે કપકે આપો છે, કારણ કે રેતી-ધૂળની પણ તમે કિંમત સમજે છે. પણુ દૂધ ઘી ઢોળાઈ જાય તે ઢોળનાર ઉપર ક્રોધ કરે છે, કારણ કે તેમાં ઘી દૂધની કિંમત તમે સમજ્યા છે. પરંતુ જિંદગીનાં વરસે, મહિનાઓ, દિવસ, કલાકેન કલાકે નકામા ગયા, તેની ધૂળ જેટલી પણ કિંમત તમે આંકી નથી. આટલા વરસમાં આત્માએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું તેનો હિસાબ ઘડીભર પણ તપાસ્ય છે ખરે? જિંદગીની ધૂળ જેટલી પણ કિંમત ગણી હેત તે જિંદગી સાટે શું મેળવ્યું અગર શું મેળવવા લાયક છે, તેને વિચાર જરૂર કરત. મનુષ્ય જિંદગીની એક મિનિટની કિંમત દેવતાની જિંદગીના ૨) કોડ પલ્યોપમ બરાબર છે. એમ સામાયિકમાં દેવતાનું આયુષ્ય ૯૨૫૯૨૫૯૨૫ ૫પમ બંધાય. તેલ ઘી દૂધ શા ભાવે લાવું છું? શા ભાવે વેચું છું?, તેમાં લાભ નુકસાનને વિચાર કરીને લેવાય છે અને વેચાય છે. આ મનુષ્ય જિંદગીની એક મિનિટની કિંમત શાસ્ત્રકારે જેટલી કહે છે, તે પ્રમાણે તેની કિંમત તમે ઉપજાવો છે કે નહિ ? હું દરેક ક્ષણે કેટલું ગુમાવું છું ? તેને વિચાર કેઈદિવસ આવે છે? સીઝનમાં (મસમમાં) આળસ કરીને બેસી રહે અને સમ પૂરી થાય એટલે પસ્તા કરે, પણ પાછળથી પસ્તાવો કરે તેમાં શું વળે? એમ આખી જિંદગી વેડફી નાંખે અને આખર વખતે પસ્તાવો કરે કે આખી જિંદગી સુધી પેટ ખાતર, એક શેર અનાજ માટે, અનેક જૂઠાં પ્રપંચે કર્યા, એટલું જ નહિ પણ ઘણું પાપકર્મો કરી આ આત્માને ભારી કર્યો. અહીં આ કમાયેલું પડી રહેશે, આમાંથી મારી સાથે કંઈ પણ નહીં આવે, ફેગટ મેં મારી જિંદગી ગુમાવી; ધર્મરત્ન મેળવવાને બદલે પાપરૂપી પથરાઓ માથું ફેડે તેવા મેળવ્યા. હવે આવતા ભવમાં મારું શું થશે? નરક તિર્યંચ ગતિમાં પરાધીનતા આદિનું દુઃખ દીર્ઘકાળ સુધી ભોગવતાં પણ મારે છૂટકારો નહિ થાય. ખરેખર? મનુષ્યભવ મેં એળે ગુમાવ્યું. આવા મનમાં ને મનમાં પ્રશ્ચાત્તાપના વિચારે કરે, પણ હવે થાય શું અતિ પારકી પંચાયતમાં જીવન વેડફાઈ ગયું હવે પશ્ચાતાપ કરે છે શું?