________________
ધર્મરત્ન પ્રકરણ
૩૨૧ કરનાર નહિ જ બને. એક શેઠ છે. અને પાડોશમાં ગરાસિયા રહે છે. ગરાસિયે તલવાર બાંધીને ફરે છે. શેઠે ગરાસિયાને પૂછયું કે આ શું છે? અરે ! એનાથી તે ચેર ધાડપાડુ તાંની સાથે ભાગી જાય તેવી છે. હું આવી જબરી છે? તે મને આપ. પોલીસને વરસે વરસ છે . તરીકે ઈનામ આપો તેની ફીકર નહિ, પણ જે વરસે ન આપે તે. વરસે બુરા હાલ કરે. ગરાસિયે સમજે છે કે આ વાણિયાને તલવારને ઉપયોગ કરતાં આવડતો નથી, અને માંગે છે. ના કહીશ તે ખીજાઈ જશે. શું કરવું? રસ્તામાં ચારે મળશે તે તે તલવારથીજ તેનું માથું ઉડાવી મૂકશે, અને જગતમાં હું ભંડો ગણાઈશ; છતાં આપવા તે દે, પછી જોયું જાશે. ઘરમાંથી તલવાર આપી. શેઠ પણ ગરાસિયાની માફક કમ્મરે બાંધી બીજે ગામ જવા નીકળ્યા. પેલે ગરાસિયે મેં ઉપર બુકાની બાંધીને બીજે રસ્તેથી સામે આવ્યું. શેઠ મનમાં વિચાર કરે છે કે મારી પાસે તલવાર છે ને, આ સામે કેમ આવે છે, પણ એને ખબર નહીં હોય કે મારી પાસે તરવાર છે. જે તેને ખબર હેત તો આ તલવારથી જરૂર તે ભાગી જાય. ખરેખર ગરાસિયાના કહેવા મુજબ તલવાર તેનું કામ કરતી જણાતી નથી. હવે શેઠ કમ્મરેથી ઉતારીને નીચે મૂકીને તલવારને કહે છે કે “તલવાર બા ! તલવાર બા! તારા માલિકને ત્યાં જે કાર્ય કરતી હોય તે તુરત કર.” તેમ કહેવાથી તલવાર શું કરે? આ સ્થળે કથાને ઉપનય એ છે કે બધા સિદ્ધોને મનુષ્યપણું રૂપી તલવારે તાર્યા છે, પણ શેઠિયાની તલવાર માફક આ મનુષ્યપણું તારી ન દે. તલવારનો ઉપયોગ કરે તે બચાવી દે, તેવી રીતે મનુષ્યપણને સદુપયેાગ કરે તો જ કામ કરે.
ધમરત્નની પ્રાપ્તિ માટે જ મનુષ્ય ભવ, ધર્મરૂપી રત્ન મેળવી શકાય તે જ મનુષ્યપણાનું ફળ મેળવ્યું ગણાય. ખાવા પીવા, વિષયે ભેગવવા માટે મનુષ્યપણું સારૂં માનતા છે તે વિધાતાને ધિકકારવી જોઈએ, કારણકે મનુષ્યપણુમાં ભેગો બહુ જ મેઘા છે. અહીં ભેગે ભેગવવા એટલે માથું ફેડીએ ત્યારે શીરે ખાવા મળે. તિર્યંચના ભેમાં વગર મહેનતે ઈદ્રિયના વિષયભેગા મળી જાય. તમારે કન્યા લાવવી હોય તે કેટલી જવાબદારીની