________________
૧૪
શ્રી આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો પરિણમનશીલ પ્રકૃતિ પુદ્ગલની છે. આટલું સમજાય તે નાસ્તિકના પંજામાંથી બચી શકાય.
નાસ્તિક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. વેદાંતી એલી કૃતિને માનવાનું કહે છે. વ્યવહારથી ચાર્વાક સારે કે પ્રત્યક્ષ માની, બીજું માનવાનુંના કહે છે, પણ વેદનાં વચનેના મિષે ટૅગ કરનાર છાને રાક્ષસ, જગતને મિથ્યા માની (પુદ્ગલને સર્વથા ન માની), અદશ્ય આત્માને જ કેવલ માને તે સત્ય માર્ગો શી રીતિએ આવી શકે છે, પુદ્ગલના પરિણમનને માનનારે જૈન કદી પણ તૈયાયિક કે વૈશેષિક ઝપાટામાં આવે નહિ. ધાગાપંથીઓ ઈશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે?
કેટલાક ધૂર્ત ધાગાપંથીઓ “અમને આપશે તે તમને ઈશ્વર આપશે” એમ કહીને પોતાની પેઢી ચલાવ્યે રાખે છે. યજ્ઞ, શ્રાદ્ધ આદિના નામે જે કાંઈ તેમને આપ તેના બદલામાં તમને પ્રભુ આપશે એમ કહીને તેઓ ઈશ્વરના નામે પેટ ભરે છે. ગર્ભમાં બાલક આવે ત્યારથી (સીમંત પ્રસંગથી) તેમને લાગે ચાલુ થાય, તે ડગલે ને પગલે ચાલ ! મરે ત્યારે ય લાગે, મૂઆ બાદ પણ લાગો ! શય્યા, શ્રાદ્ધ લગેરે લાગાનું લંગર કાયમ છે. આ લાગે ટકાવવા ઈશ્વરને ર્તા તરીકે આગળ ધરે પડે છે.
આત્માને કમ સાથે સંબંધ અનાદિને છે.
અગ્નિના પુદ્ગલે બાળનારાં છે પાણીનાં પુદ્ગલે ઠારનારાં છે. સાકરનાં તથા મરચાંના પુદ્ગલે તે પ્રકારે બાળનારાં ઠારનારાં નહિ, પણ ગળ્યાં, તીખાં છે. પુદ્ગલને તથા વિધ તથા વિધ સ્વભાવ ન જાણે, તે વ્યક્તિ નૈયાયિક, વૈશેષિકના ફંદામાં જરૂર ફસાઈ જાય. પૃથ્વી, પાણી, અગ્નિ, મરચાં, વગેરે દરેકમાં પુદ્ગલે પણ જુદાં જુદાં છે.
આત્મા અરૂપી છે, એ તે દરેકને કબૂલ છે. આત્મા દેખાતું નથી એટલે અરૂપી છે એ કબૂલાતમાં છૂટક છે જ કયાં ?, કર્મરૂપી છે એમ માનવા પણ બધા તૈયાર છે. કેટલાક શંકા કરે છે કે રૂપી કર્મ અરૂપી આત્માને શી રીતે લળગે ? સમાધાન એ જ છે, સ્પષ્ટ સિદ્ધ છે કે કર્મને સ્વભાવ છે કે આત્માને વળગે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ પકડી રાખે તે પ્રથમ વ્યક્તિ કેમ ચાલી શક્તી નથી ? જીવ તથા કર્મ ક્ષીર નૌર