________________
પ્રવચન ૨૩૫ મું
પ્રવચન ૨૩૫ મું ૧૯૯૦ના અષાડ સુદ ૧૫ ને ગુરૂવાર (મહેસાણા), આત્માની વિકારી દશા ખસેડે.
શાસ્ત્રકાર મહારાજા વિજ્યલમીસૂરીશ્વરજી મહારાજા જણાવી ગયા કે આ સંસારમાં અનાદિ કાળથી આ જીવ રખડે છે. રખડવાનું કારણ શું? અને રખડે કેમ? તે જાણવું જોઈએ. એક જ કારણ છે તે સાંભળે, આ આત્માની વિકારદશા-ચીજ બહુ બુરી છે. જેમ ગૂમડું થયું હેય, રસી નીકળવા માંડે, જે ખેરાક ખાઈએ તે પણ રસીપણે પરિણમે. વ્યવહારમાં આ દશા છે, તેમ આ આત્મા સ્વભાવદશાથી દૂર રહ્યો, વિભાવદશામાં ગયે. ત્યાં જે જે પુગલે લાગે છે તે પુદ્ગલે વિકારદશામાં પરિણમે. થએલું ગૂમડું ન રૂઝાઈ ત્યાં સુધી રસી પણે કે નવા પદાર્થપણે પરિણમે. જ્યારે ગુમડું બંધ થાય, ત્યારે જ રસી. બંધ થવાની. ચાહ, દૂધ, ઘી, દહીં ચાહે તે ચીજ ખાય તે રસી પણે જ પરિણમવાની. તેમ આ આત્મામાં સ્વભાવદશા ગઈને વિભાવદશામાં આત્મા પરિણમે. જેમ અહીં રળી થઈ હોય, એ રળી થયા પછી જે ખેરાક લઈએ એ ખેરાકમાં આપણું મન રસોળી-પષવાનું નથી. આપણું મન તે રળી ઓછી થાય તેમ છે, પણ રળી કપાય નહીં, કેપ્ટિક સોડ લગાડી નવે વિકાર થવાની તાકાદ તેડી ના શકાય, ત્યાં સુધી રળીપણે ખોરાક પરિણમવાને જ. તમારું મન હેય વિરૂદ્ધ વિચારવાળા હો તે પણ રળી તરફ ખાધેલે ભાગ જવાને, તેમ આત્મામાં મિથ્યાત્વ-અવિરતિ-કષાય ને એગને વિકાર ઊભે થાય તે પછી તમે. કર્મબંધ જ થાઓ તેવા વિચારવાળા નથી. અર્થાત્ કર્મબંધનથી ઉભોલા છે તે છતાં પણ જ્યાં સુધી મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગની રસોળીઊખડી જાય નહિ, ત્યાં સુધી તમારા લીધેલા પુદ્ગલે વિકાર રુપે થયા વગર રહેવાના નહિ. રસેળીનું પિષણ બંધ કરવું હોય તેણે વિચાર કર્યો કામ ન લાગે. પ્રથમ રળી કપાવવી પડશે. તેમ આ જીમખ્યાત અવિરતિ, કષાય, યોગને એકદમ ખસેડવા પડશે. એ પ્રસંગે એલે આત્માને