________________
२६४
શ્રી આરામોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છઠ્ઠો સાયાયિક કર્યું તે ત્રસ અને અનંતકાયની વિરાધનાથી તે બચાવે છે. આ અપેક્ષાએ ચેમાસામાં સામાયિક જરૂર કરવું જ જોઈએ. સામાયિકનું ફળ :
આ ઉપરથી એ સમજવાનું છે કે સામાયિક બારે માસ ફળ દેનારું છે. તે સંવરરૂપ છે. આત્માની ગુણેની વૃદ્ધિ એનાથી થાય છે. તે સાધુપણાને આદર્શ છે, તેથી કરીને જ સામાયિકના પાઠમાં તમને દૂર સાથો સા એટલે કે સામાયિક વખતે શ્રાવક પણ સાધુની પેઠે જ ગણાય છે એમ કહેવામાં આવ્યું છે. સામાયિક એ સાધુપણાને આદર્શ છે. બધું કાર્ય બારે માસ કરવાનું હોવા છતાં જીવવિરાધનાને વધારે સંભવ ચોમાસામાં છે માટે વિશેષ વિરાધનાને પરિહાર ચેમાસામાં થાય છે. માટે બે ઘડી સામાયિક કરી બેસી નહિ શકે તે બીજું શું કરી શકશે? ' સામાયિકની આગળ દાન પુણ્ય પણ તેટલું કિંમતી નથી, તે વાત ધ્યાનમાં લેજે. વિવારે શિરે ત્રણ ઈત્યાદિ ગાથાથી દિવસ દિવસ પ્રત્યે એક જણ લાખ ના મહેરનું ધન આપે અને તે દાનથી જે પુન્ય ઉપાર્જન કરે, તેનાથી પણ અધિક પુન્ય, ભાવથી સામાયિક કરે તે ફળ ઉપાર્જન કરી શકે છે. કેની પેઠે ? તે કે પુણિય શ્રાવકની પેઠે. રાજ રેજ લાખ ખાંડી સોનું દાનમાં છે, અને એક જ ફકત બે ઘડીનું ભાવથી સામાયિક કરે તે સામાયિક કરવાવાળા તેનાથી પુણ્યમાં વધી જાય છે. અર્થાત તેટલું દાન આપનારે મનુષ્ય સામાયિકના પુણ્યને પહેચી શકતો નથી. આ તે એક જ સામાચિકની વાત છે. આપણે તે એક સામાન્યથી સામાયિક કરવાની વાત થાય ત્યાં તે એમ કહેવામાં આવે છે કે “ભાઈ, ઘેર બેઠાં ક્યાં ધરમ થાતું નથી ? પાંચ પૈસા ખરચીશ તે કલ્યાણ છે. આમ બેલનારે ખ્યાલ લાવવાની જરૂર છે કે રેજ લાખ ખાંડી સેનું દાનમાં દેવાવાળે તેને પહોંચી શકશે નહિ, તે સાધુ સાધ્વીને ઘરમાં રોકી કેટલું દાન અપાવી શકશે? જંબુસ્વામિજીએ નવાણું કોડ સેનૈયાની વ્યવસ્થા કરવા એક દહાડો પણ ન કાઢો.