________________
પ્રવચન ૧૮૮ મું
અહિંસાના સાધન તરીકે જ્ઞાનીઓએ મુખ્ય જણાવ્યું તેને, તે જ સંયમ અહિંસા વગેરેને દબાવનાર તરીકે માનવામાં આવ્યું કે બીજું કાંઈ? સાથે સંબંધક પદ તે છે જ, એને અર્થ સંકલિત જ છે કે–એવી રીતિએ સર્વવિરતિધરે જ્ઞાન મેળવીને પ્રવૃત્તિ કરી રહ્યા છે. હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિ માટે જ જ્ઞાનની મુખ્યતા છે, અન્યથા જ્ઞાનનું પ્રયોજન શું ? ચક્ષને રત્નની ઉપમા એટલા જ માટે અપાઈ છે કે જેનાથી હિતમાં પ્રવૃત્તિ, અહિતથી નિવૃત્તિનું ભાન થાય છે, અને જ્ઞાતિનું મહત્વ એ જ હેતુથી છે. કેઈ મનુષ્ય કાંટામાં પડે તે તેને આંધળે છે ? એમ કટાક્ષથી કહેવામાં આવે છે, શાથી? જોવાનું–દષ્ટિનું ફલ અનિષ્ટથી ખસવું એ છે. ઈટ વસ્તુ પડી ગઈ, ધારોકે સેનામહોર ગઈ, તે આંખેથી જોઈ પણ છતાં ન લીધી તે તે જોવામાં ધૂળ પડી ને ! ઈષ્ટની પ્રવૃત્તિમાં કારણ તરીકે જ્ઞાનની ઉપયોગિતા છે.
જ્ઞાનની જરૂરી ખરી, પણું શા માટે? - દુનિયામાં બે વર્ગ છે. એક વર્ગ ડગલે ને પગલે પાપ બાંધનારે છે, એક વર્ગ પાપથી અલિપ્ત રહેનાર છે. પ્રાણુના બચાવની બુદ્ધિ વિનાની જેની પ્રવૃત્તિ છે, તે બધા પાપ બાંધે છે. ચાલતાં, બેસતાં, ઉઠતાં ઊભા રહેતાં, ખાતાં પીતાં, સૂતાં જે યતના સાચવે છે, તેને પાપ બંધાતાં નથી. “લૂગડાં હમેશાં મેલાં થાય છે અને પાણીથી ધેવાય છે. લુગડાં મેલા થવાના ભયે કેઈ નાગા ફરતું નથી.” એમ કઈ કહે, ત્યાં એ સમજણ ઊલટી છે. લુગડાં મેલાં થાય અને મેલાં કરાય એમાં ફરક છે. પાપ બંધાય, યતના પૂર્વક પ્રવૃત્તિ છત્તાં પાપ બંધાય તે તૂટે, પણ યતના (જયણ) વગરની પ્રવૃત્તિથી થતી પ્રાણ ભૂતની હિંસાથી બંધાતું પાપ, તેના કટુક ફળ ભોગવટે આપ્યા વિના ખસતું નથી. સીધી વાતને પણ દુનિયામાં કેટલાક આડી રીતિએ લેનારા છે. સ્ત્રીને કેઈએ કહ્યું -તારૂં મુખ તે ચંદ્રમા સદશ છે.” કેવું પ્રિય કહ્યું? છતાં, એ સ્ત્રી વઢકણું જ હોય તે તરત તાડુકે –“શું મારામાં કલંક છે તે કલંકી ચંદ્રમાની સાથે મારા મુખને સરખાવે છે? શું હું ચંદ્રમાની જેમ ઘટ વંધ થયા કરું છું” વગેરે કહીને વઢે ત્યારે જ તેણને ચેન પડે. અહિંસા, સંયમના સંરક્ષણ માટે યતના (જ્યણા) આવશ્યક છે, અને તે જાણવા