________________
પ્રવચન ૨૨૯ મું
२२७
વિષ્ણુ! બીજે દિવસે દક્ષિણ દિશામાં અબડે વિષ્ણુનું રુપ રચ્યું. મથુરા, વૃદાવન, સોળ ડજાર ગેપીઓ, બલભદ્રાદિ યાદવેના દેખાવ વિક્ર્યા, અને રાસલીલા માંડી. નગરમાં વાત ફેલાઈ : “અહો ! ધન્ય ભાગ્ય આ નગરનાં છે કે સાક્ષાત્ શ્રી વિષ્ણુ પરમાત્મા પધાર્યા છે ! ” રાસ લીલા જેવા આવનારાઓની સંખ્યામાં પૂછવું શું ! આખે દિવસ રાસલીલા નાટકનો પ્રયેળ ચાલ્ય, પણ પરિવ્રાજકનાં નેત્રેએ સુલસાને ન જ જોઈ સુદઢ સમ્યક્ત્વધારી પરમ શ્રાવિકા સુલસા જેવીને ખ્યાલમાં પણ આ હોય, પરિવ્રાજકે તે એમ વિચાર્યું કે, “કુલવતી સ્ત્રી રાસલીલા જેવા ન આવે એ બનવા જોગ છે, પ્રયોગ પણ પિતે રચે છે, અને આવું સમાધાન પણ પોતે મન માનતું ઊભું કરી મનને મનાવી લે છે.
શંકર ! ત્રીજે દિવસે મહાદેવનું રુપ વિકૃધ્યું. જટાધારી મહાદેવની પાસે પાર્વતીજી તે હેય ને !, મસ્તકમાંથી ગંગા વહી રહી છે. મહાદેવને નૃત્ય પ્રિય છે, એટલે પિતે ખંજરી બજાવે છે, અને પાર્વતીનું નૃત્ય ચાલુ છે. આવો દેખાવ વિકૂળ્યો. શ્રી શંકર સ્વયમ પૃથ્વી ઉપર પધાર્યા છે ! આવી વાત નગરમાં ચાલી, અને નાટકને, નૃત્યને જોવાની પડાપડી થઈ, આખો દિવસ ચાલી, અને નાટારંભ આખો દિવસ ચાલ્યા. પરિવ્રાજક અબડ તે દિવસે પણ મુલાસાને જોવાની આશામાં નિરાશ જ થયો. સુદઢ સમ્યફવધારી સુલતાના એક સંવાડે પણ આ પ્રયોગ અસર કરી શકે ?, નહિ જ. કોઈ એમ ન માને કે એને ખબર ન પડી હોય. અરે ! ખબર પડવાની વાત ક્યાં છે ?, આડોશી-પાડોશીઓએ તે ખૂબ ખૂબ પ્રેરણા કરી છે, અને ન આવવા માટે તેને ગાંડી ગણી છે. એ પરમ શ્રાવિક હતી, અને એનામાં વિશુદ્ધ સંસ્કાર હતે. પરિવ્રાજક સંબડે આજે મનને એવી રીતે મનાવ્યું કે સ્ત્રી તથા બાલક તે તેના મગજમાં જે ઠસાવવામાં આવ્યું હોય તે મુજબ પકડી રાખે છે, અને વર્તે છે, લાભ કે હાનિને વિચાર કરે નડિ. બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એ કુદેવ છે એવા સંસ્કાર જ એને જૈનકુલમાં હોવાથી છે એટલે તે ન આવે તે બનવા જોગ જોગ છે.”