________________
પ્રવચન ૨૨૯ મું
૨૨૫
આંખ તથા અજવાળું, બંનેની જરૂર છે. બિલાડા, ઉંદર, વનિયર, ચામાચીડીઓ વગેરેને અજવાળાની મદદ વગર દેખાતું હોય, પણ આપણું માટે તે અજવાળું આવશ્યક છે. દેવતા, નારકી, તથા વાયુકાય ભવ-સ્વભાવે વૈક્રિય શરીર મેળવે છે, પણ મનુષ્ય ભવ–સ્વભાવથી વૈકિય ન મેળવે. મનુષ્યની આંખ અજવાળાની મદદ વગર દેખી શકતી નથી. અહીં પણ હવભાવની વિચિત્રતા છે. દેવતાઓ, નારકીઓ, વાયુકાયના છેવો ભવ-સ્વભાવથી જ ક્રિય પુદ્ગલે ગ્રહણ કરે છે, અને તેને તેવા શરીરપણે પરિણાવે છે, ત્યારે મનુષ્યમાં તે નથી. મનુષ્યને લબ્ધિથી જ વિક્રિય શરીર બને છે, પણ લબ્ધિ જેડે નામકર્મ જરૂર જોઈએ. વૈશ્યિ લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તે પણ કમને ઉદય હોય તે જ, લબ્ધિથી વૈમિ શરીર બનાવી શકે છે, પણ મનુષ્યમાં તે શક્તિ સ્વાભાવિક નથી. તેમનામાં દારિક, તેજસ્ તથા કાર્મણ માટેની શક્તિ સ્વાભાવિક છે પાંચમા શરીરનું નામ આહારક શરીર છે. ક્ષાપશમિક ગુણ જબરજસ્ત થયે હેય, અને લબ્ધિ થાય, તથા આહારક નામ કર્મને ઉદય હેય, તો આહારક શરીર બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષાપશમ થયે હોય, લબ્ધિ થઈ હોય, અને નામકર્મને ઉદય હોય તે વૈકિય કે આહારક શરીર બનાવે.
સુલસાને ધર્મલાભ? અંબડ પરિવ્રાજક સુલસાથી સમ્યકૃત્વમાં દઢ થયે હતે. એ પરિવ્રાજક કઈક વખત જૈન ધર્મમાં સ્થિર થયે, અને કેઈ વખત ખસી ગયે. “ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ જેવી તેની હાલત હતી. જ્યાં ગંગા જમના નદી મળે છે, ત્યાં કેટલાક પંડયાએ ગંગાના કાંડે હક્ક ધરાવતા હોય છે, કેટલાક પંડયાએ જમનાના કાંઠે હક્ક ધરાવતા હોય છે. કેટલાક પંડયા એવા હોય કે કઈ વખત ગંગાને કાંઠે શ્રાદ્ધ સરાવે, અને કોઈક વખત જમનાને કાંઠે શ્રાદ્ધ સરાવે. એ પંડયાએ પેટના નામે ફાવતું બોલે છે, કઈ શાસ્ત્ર બેલતુ નથી. એ કહેવત મૂળ તે કેટલાક પંડયાઓની આવી સ્થિતિ હેઈને પંડયાઓએ કાઢી છે, પરંતુ અનવસ્થિત સ્થિતિ જણાવવા આ કહેવત શરૂ થઈ છે.