________________
પ્રવચન ૨૨૭ મું
૨૧૫
તે પર્યાપ્તા. પર્યાપ્ત મેળવવાની અવસ્થાને પર્યાપ્તાવસ્થા કહે છે. જુદી જુદી જીવજેનિને અંગે જુદી જુદી કાયાઓ રહેલી છે. પૃથ્વીકાયથી વનસ્પતિકાયમાં, સૂમ બાદરમાં પર્યાપ્ત, અપર્યાપ્તા એ બે ભેદ છે. વિકસેન્દ્રિય પર્યાપ્તા અપર્યાપ્તા સામાન્યરીતે દારિક-કાયાવાળા દેખાય છે. પૃથ્વીને વનસ્પતિપણે, વાયુના પાણીપ, અને પાણીના વાયુ પણે પરિણમે છે. પરસ્પર પરિણમનમાં એક જાતની વર્ગણા માનવી પડે છે. પૃથ્વી પાણું થાય, અને વાયુ પાણી થાય. વિકલેન્દ્રિયના પુદ્ગલે મનુષ્યના, જનાવરના શરીરપણે પરિણમે છે. જે કાયનું પૃથ્વીનું શરીર છે, તે જ આપણું શરીર છે. આપણું શરીર કાલાંતરે ભલે રાખ થાય, પછી માટીપણે પરિણમે પણ છે, તે બન્ને એક જાત હોય; એ વાત નવી નથી. છએ કાયનાં પુદ્ગલ આપણાં શરીરપણે પરિણમે છે અને જાણે આપણાં જ પગલો છે એ કાયપણે પરિણમે છે. આ બધાની કઈ એક જાત હોવી જોઈએ જેથી “અ”નું ‘આ’ થાય અને ‘આ’નું પણ “આ થાય. માટી કે મીઠાના પુદ્ગલો મેંમાં નાંખ્યા, પાણે કે ખોરાકની પુદ્ગલો લીધાં, એટલે શરીર કેમ બની ગયું? પાક કરવાની (પકવવાની) તાકાત હોય, તે જ પરિણમાન્તર કરી શકે. અગ્નિમાં પકાવ્યા વિના માટીને ઘડો બની શકે ?, ના. “પાણી લાગ્યું, હવા લાગી એમ કહેવામાં આવે છે ને ! પકવવાની તાકાત વિના મૂળ પદાર્થનું પસ્પિકવપણું થતું નથી, જે પકવવાની તાકાત ન હોય તે શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી પણ માટીપણે જ રહે. સંગ્રહણીને વ્યાધિ જેને થયો હોય તે રાક લે છે, પણ પચાવી શકતા નથી, કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેના જઠરમાં અગ્નિનું જોર હોતું નથી. તે જ રીતે પકવવાની તાકાત હોય તે જ શરીરમાં ગયેલ મીઠું, અનાજ, પાણી વગેરે પરિણામન્તર પામે, અને સાત ધાતુરૂપે પરિણમે છે. મુદ્દો એ છે કે આ શાથી થાય છે ?, એવી કોઈ પાક ક્રિયા છે ? આવું પરિણામાન્તર કરનારા તૈજસૂ શરીર છે. લીધેલા ખોરાકને પકવ-દશામાં લાવવું, પરિણામાન્તર કરવું તે કામ તેજસૂ શરીરનું છે. ઝાડનાં ડાળાં મૂળાડીયાં પણ પૃથવીકાય રૂપ બની જાય છે ને!, માટે પુદ્ગલોનું પરિણામન્તર કરનાર તેજસૂ શરીર છે.