________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ન લાગે. એ તે સ્વયં પિતાએ જ કરવાનું છેઃ એ-પ્રવૃત્તિમાં આલંબનરૂપ શ્રી જિનેશ્વર દે છે. જે ભગવાનના, ઈશ્વરના, દેવના ઉધમે કલ્યાણ થઈ જતું હોય, તે એક પણ જીવ જ્ઞાન દે ગુણ વિનાને હેત જ નહિ. તથા એક પણ જીવને ચતુર્ગતિમાં પરિભ્રમણ કરવાનું હેત જ નહિ.
એક માણસ કૂ ખોદે. તેનું પાણું આખું નગર પીએ. એક જણે કરેલા દીપકથી બધા વાંચી શકે અહીં તેમ નથી. પોતે કરેલું જ પતે ભોગવી શકે એ પરિસ્થિતિ અહીં છે. શ્રી સર્વ પિતાના આત્માને સદંતર નિર્મલ કર્યો, સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે. હવે બાકી કાંઈ રહ્યું નથી. એશ્વર્યા માત્ર એમને વર્યું છે. પ્રાપ્ત થયું છે. ઉત્પન્ન થયું છે. આ દેવ મોહના ચાળાવાળા નથી. મેહનું તે મર્દન કર્યું છે, અને એને આત્માના આવરણ માત્રને નાશ કરી, આત્મીય ઐશ્વર્ય પ્રાપ્ત કરી તેઓ સર્વજ્ઞ થયા છે.
પાંડિત્યવાળે સાચે પંડિત હોય. તેને પંડિત કહેવાય, તેટલા માત્રથી બધા પંડિત નથી. પંડિત અટક હોય તેનેય પંડિત કહે પડે. કેઈને ચીડવવા પંડિત કહેવામાં આવ્યું હોય–કઈ પંડિત કહેવાથી ચીડાતે હોય તે તેને કોઈ છોકરાએ પંડિત વારંવાર કહે તેથી શું વળ્યું ? અરે, એ ચીડાતું બંધ થાય તે ય છેકરાંઓ તે, પૂછે તે એમ જ કહેવાના કે “પંડિતની શેરીમાં ગયા હતા; કઈ “સર્વજ્ઞ એવું બિરુદ કે નામ ધરાવતા માત્રથી સર્વાપણું મળી શકતું નથીકેષ–કાવ્યકારને પણ “સર્વજ્ઞ” શબ્દના પ્રયોગે ઓળખવા પડે તેથી સર્વજ્ઞ નથી. અહીં નમસ્કાર સાચા સર્વને છે. ઘાતકર્મોને ક્ષય કરીને સર્વજ્ઞપણું સંપાદન કરનાર ઈશ્વરને અહીં નમસ્કાર કરવામાં આવે છે. કેટલીક વખત ઉપચાર પણ કરવામાં આવે છે. એ વાત સાચી છે. એક બગીચામાં લીંબડાનાં વૃક્ષો પણ હય, બીજાં કે વૃક્ષો પણ હોય, છતાં તેમાં ગુલાબનાં વધારે છેડ હેય તે તે બગીચે ગુલાબને કહેવાય. તે રીતિએ શું ઉપચાસ્થી અત્રે નમસ્કાર છે? નહિ, અહીં તે અનંત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ વિષયક જ્ઞાન ધરાવનારને નમસ્કાર છે. એ જ્ઞાન જ મંગલ રૂપ છે, એવા જ્ઞાનીને નમસ્કાર મંગલરૂપ છે એ મંગલમય આચરણ ટારા !