________________
પ્રવચન ૨૨૪ મું
આખાય જગતના તમામ છ એક અવગાહનામાં આવી જાય તે પણ જૈનેને બાધ નથી. ક્ષેત્રનું રોકાણ થઈ જવાથી બીજાને સ્થાન ન મળે, તેવી સ્થિતિ નથી. “જગત આખું મિક્ષ પામે” એ જૈનેની સદૈવ ભાવના હોય છે. જૈનદર્શનને એ તે કાયમી મરથ છેઅમુક જીવ મોક્ષે ન જાય, તેવી ઈચ્છા કે મને રથ, તેવું વચન કે ઉપદેશ તથા તેવી પ્રવૃત્તિ આ એકાન્ત મેક્ષ માર્ગ માટેના જૈન શાસનમાં નથી.
કિનપુર ત શાથી?
ઈતરમાં તથા જૈનમાં આ ફરક શાથી? બીજાઓ આત્માના સ્વરૂપને ઓળખતા નથી. કેઈ પણ આત્મા ભલે અધમ દશામાં હેય. છતાં તે જોતિ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આવું કઈ પણ બીજા મતવાળા માનતા નથી. બીજાઓ દેવને પણ કલંક આપીને માને છે. જૈનમાં દેવ નિષ્કલંક જ છે. બીજાઓ દેવને કર્મ કરાવનાર, પ્રેરક માને છે. જેને કર્મની જવાબદારી જોખમદારી જીવની માને છે. બીજાઓ ઈશ્વરને જગતને બનાવનાર માને છે, જેને ઈશ્વરને પદાર્થ બતાવનાર માને છે. આચાર્ય, ઉપાધ્યાય, તથા સાધુઓ ત્રણ જ્ઞાનવાળા હેય તે જ ઉપદેશ દે, તે નિયમ નથી. શ્રી તીર્થંકર દેવ તે ગર્ભથી ત્રણ જ્ઞાન ધરાવે છે, અને દીક્ષા લેતાં તેમને ચોથું જ્ઞાન થાય છે, છતાં તેમને ઉપદેશને અધિકાર નથી. તેઓ ઉપદેશ કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જ આપે. આચાર્યાદિને ઉપદેશ આપવામાં હરકત નથી, કેમકે તેઓ કાંઈ ઘરનો ઉપદેશ આપતા નથી, તેઓ તે શ્રી તીર્થકર દેવના ટપાલીનું કામ કરે છે. સાત રૂપિયાને પગારદાર ટપાલી સાત લાખને ચેક આપે છે કે નહિ ? પણ એમાં એને શું? નથી ત્યાં પિતાની જવાબદારી કે જોખમદારી. એણે તે માત્ર એકવાળું પરબડીયું જ આપ્યું છે. એક લખનાર તે બીજે જ છે. આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુઓ, શ્રી તીર્થકર ભગવાને પ્રરૂપેલા તને ઉપદેશ આપે છે, અને તે પણ તેમના જ નામે. “હું કહું છું એમ કહેવાને હકક છે. “વિટી વધી જુદા ધા' તથા ઉત્તર પ્રનત ત સૂત્રનો અર્થ એ જ વાત સાબિત,