________________
૧૯૬
શ્રી આગમાદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
છતાં શરીરે, ઇન્દ્રિયે શ્વાસેાશ્વાસની તાકાત મેળવી નથી તે અપર્ણાંપ્તા. નવા જીવ ઉત્પન્ન થાય તે એકદમ બધી શક્તિ મેળવી શકે નહિ. પર્યાપ્તા તથા અપર્યાપ્તાએ બેય ભેદ, સૂક્ષ્મ તથા ખાદર બન્નેના જાણવા. પૃથ્વીકાયથી વનસ્પતિકાય પર્યંત સૂક્ષ્મ બાદર: તેમાંય પર્યાપ્તા તથા અપર્યાપ્તા. એ રીતે દરેક્ના ચાર ચાર ભેદે જાણવા. અનંતા કે અસ’ખ્યાત–જીવાના અસખ્યાતા શરીર ભેગાં થાય તો ચર્મચક્ષુથી દેખાય નહિ, તેવા જીવા સૂક્ષ્મ કહેવાય. ચ ચક્ષુથી શરીરપણે દેખાય તે બાદર કહેવાય. પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધી આ રીતે વીશ ભેદો થાય. વાયુકાય કે જેના સ્પર્શ જણાય છે, તે વાયુકાય ખાદરમાં ગાય. પર્યાપ્તા તથા અપર્યાપ્તા કોને કહેવા ?
સ્થાવરને અંગે જેમ પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા ભેદ પડે છે, તેમ તે ભેદો ત્રસમાં પણ રહેલા છે. એઇન્દ્રિય જીવામાં પણ શક્તિ મેળવેલી હાય તેવા (પર્યાપ્તા), તથા શક્તિ મેળવતા હેાય તે (અપર્યાપ્તા) એમ એ પ્રકાર છે. ભમરીઓ કીડાઓને લાવીને માટીમાં ઘાલે છે, પછી ટુંબ દે છે, એટલે પેલા કીડાએ ભમરી બની જાય છે. ત્યાં ‘ભમરી થતી' અને ‘ભમરી થઈ' એમ એ ભેદ સ્પષ્ટ છે તે ! વિલેન્દ્રિય (એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય )માં પશુ પર્યાપ્તા તથા અપર્યાપ્તા બે પ્રકાર સમજવા. જે જીવાએ શક્તિ મેળવેલી છે તે પર્યાપ્તા, અને મેળવી નથી, મેળવતા છે તે અપર્યાપ્તા આહારાદ્રિ પર્યાપ્ત વગેરે શક્તિ અનુક્રમે મેળવાય છે.
વૈક્રિય–શરીર એ અનંતગુણી સજાના ભોગવટા માટેનું સાધન છે. પંચેન્દ્રિય જીવેામાં નારકી જીવા જન્મે ત્યારથી જ વૈયિ પુદ્ગલા લેવાની તાકાતવાળા હોય છે, અર્થાત્ એવી તાકાત સાથે જ તેએ ઉત્પન્ન થાય છે, એટલે કે ઉત્પન્ન થાય કે ખીજા સમયથી તેઓ વૈક્રિયપુદ્ગલે ગ્રહણ કરે છે. ઔદારિક શરીર ક્રમે વૃદ્ધિ પામે છે. ઝાડ અનુક્રમે વધે છે. અગ્નિની જ્યાતમાં અનુક્રમ નથી. વૃક્ષને અંગે, આટલા વર્ષે આટલું વધ્યું, એમ કહેવાય છે, કારણ કે ત્યાં વધવાના ક્રમના, અનુક્રમના નિયમ છે. ઔદારિક શરીરમાં ક્રમિકવૃદ્ધિ હોવાથી શક્તિ પામતા તથા શક્તિ પામેલા, એટલે કે પર્યાપ્તા તથા અપર્યાપ્તા, એવા બે ભેદ પાડી શકીએ.