________________
૧૮૮
શ્રી આગદ્ધારક પ્રવચનમણી વિભાગ ૬ સેંધાયેલું હોય, એટલે એણે ગુન્હો કર્યો હોય કે ન પણ કર્યો હોય, ગુન્હામાં સંડોવાયેલ જ છે. એને ઘેર જપ્તિ લાવવામાં એની હાજરીની જરૂર નથી. એ ટેળીમાંથી રાજીનામું દઈ છૂટ થાય પછી જ બચાવ છે. જૈનતર કષાય તથા ભેગને કર્મબંધનું કારણ માને છે, પણ અવિરતિને કર્મબંધનું કારણ માનતા નથી.
નિષેધની સિદ્ધિ કઠીન છે. આ જીવ કેશીના કીડાની જેમ પિતે શરીર રચે છે, બાંધે છે, પુદ્ગલેને ગ્રહણ કરી શરીરપણે પરિણાવે છે, તેવી જ રીતે જીવ પોતે જ શરીર બાંધે છે, ટકાવે છે, રક્ષણ કરે છે, અને વધારે છે, સત્તાઢિ વડે કર્મોદયવાળા છે તે સંસારી જીવે છે. જે જીવ લીધેલા પુદ્ગલને એકેન્દ્રિપણે પરિણમાવે તે નામ કર્મના ઉદયે) તેથી તે એકેન્દ્રિય તેવી જ રીતે યાવત્ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આજનું વિજ્ઞાન પણ હવે નવી તાજી માટીમાં જીવ માનવા તૈયાર છે. બાદર પૃથ્વીકાય જીવના એ શરીરો છે. ચોદ-રાજકમાં પૃથ્વીકાય ગ્ય પુગલે કયાં નથી? છે એમ સાબિત કરવું સહેલું છે, પણ નિષેધ સાબિત કરે મુશ્કેલ છે. નિષેધ કરનારને શિરે જવાબદારી વધારે છે. છે” એમ સિદ્ધ કરવામાં જે બુદ્ધિ જોઈએ, તેના કરતાં નથી એમ સિદ્ધ કરવામાં વિશેષ બુદ્ધિ વગેરે જોઈએ. “નથી' એમ કહેવામાં જગત્ આખાના જ્ઞાનની જવાબદારી ગળે વળગે છે. વિધાન કરનારને પદાર્થનું ડું જ્ઞાન, ધેડા ક્ષેત્રનું જ્ઞાન પર્યાપ્ત છે. દાબડી જોઈ. “તે દાબડી છે એમ કહી શકે પણ “દાબડી નથી એમ કયારે બોલાય? આખા જગતમાં દાબડી નથી, એમ ખાત્રી થાય તેને !
આસ્તિક નાસ્તિકને કહે છે કે “મારૂં જશે શું ?'
એક નગર બહાર એક તપસ્વી મહાત્મા પધાર્યા છે. દુનિયા ત્યાગ, વિરાગ્ય, તપ, ધર્મ તરફ રહેજે આકર્ષાય છે. ભલે ત્યાં માને કે ન માને પણ ખેંચાય તે છે જ ત્યાગમાં, વૈરાગ્યમાં, તપમાં એવું આકર્ષણ છે. આથી તે તપસ્વીને પણ પ્રભાવની ગણનામાં લીધા છે. પધારેલા મહાત્મા મહાન તપસ્વી છે, અને આતાપના લઈ રહ્યા છે. તેમના આવતાની