________________
૧૭૬
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ દ છે જ છે. સંપત્તિ અગર વિપત્તિ મેટાને જ હોય છે. દેવતા તથા નારકીને ભેદ પંચેન્દ્રિયમાં જ કેમ?, ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકને ભોગવટો તથા ઉત્કૃષ્ટ પાપના વિપાકને ભેગવટો સંપૂર્ણતયા પંચેન્દ્રિયપણામાં જ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પાપના વિપાકને ભેગવવાનું સ્થાન નરક ગતિ છે, અને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકોને ભેગવવાનું સ્થાન સ્વર્ગ ગતિ છે. દેવકને અંગે અત્રે વિવેચન ચાલુ છે. પુણ્યબંધથી જ દેવલેક મળે છે. ધર્મ કરનારા જ પુણ્યોપાર્જન કરે છે. ધર્મ કરનારા કોઈ એક પ્રકારના હેતા નથી. ધર્માચરણ માટે કુટુંબાદને ત્યાગ કર્યા છતાં, ધર્મનું સ્વરૂપ ન સમજે, તેવા ભવનપતિમાં ઉત્પન્ન થાય છે. સ્વરૂપ સમજે પણ વર્તાવમાં ન હોય, તેને દેવગતિ મળે ખરી, પણ વર્તનમાં હોય તેને ચઢીયાતી દેવગતિ મળે છે. વર્તા નમાં ડામાડોળ સ્થિતિ હોય, તેને તદનુસાર દેવગતિ મળે.
લક્ષ્ય એક જ કેટલાક એવા પણ છે કે જેમાં માન્યતામાં દઢ છે, વિચારમાં વિશુદ્ધ છે, અને વિશે કલાક ધ્યેયથી ચૂકતા નથી. પાણી ભરીને આવતી બાઈ વાતે કરે, હસે, બધું ખરું પણ દષ્ટિ માથા ઉપરના પાણીથી ભરેલા બેડા ઉપર છે. એ જ રીતે સમ્યગૃષ્ટિનું લક્ષ્ય પણ ધર્મ કિયામાં જ હેય છે. સંસારની ક્રિયા કરે ભલે, પણ એને એ ક્રિયા ગમતી નથી. આરંભ સમારંભથી ડૂબાય, એનાં કટુ ફળ ભેગવવાં પડે એમ સમકિતી માને છે. જરૂર એ અણુવ્રત નથી લેતે, છતાં એનું લક્ષ્ય ધર્મ તરફ જ હોય છે. એમના માટે પુણ્યગંધાનુસાર દેવલોકમાં સ્થાન તે ખરુજને ! મહાજન મહારાં માબાપ છે, પણ ખીંટી મારી બસે નહિ.
કેટલાક જીવે એવા હોય છે કે જે, પેલા કણબીએ કહ્યું કે “મહાજન મારા માથા ઉપર, પણ મારી ખીલી ફરે નહિ;' આવું જેઓ માને છે, તેઓ “ધમ કલ્યાણકારી છે, ધર્મ આચરવા લાયક ખરે, પણ મારા આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક, શારીરિક સંગે પહેલાં તપાસવા પછી ધર્મની વાત. ધર્મ થાય કે ન થાય, પણ મારા ખીલા ફરે નહિ. આર્થિક, વ્યાવહારિક, કૌટુંબિક, શારીરિક સંગ રુપી ચાર ખીલા