________________
૧૭૦
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ :
કર્મનું એવું સામાણ્યું નથી, કે કેવલજ્ઞાનને—એ સ્વરૂપે, સદંતર ઢાંકી શકે. ગમે તેવાં જબરદસ્ત વાદળાં હોય, છતાં ચંદ્રસૂર્યની પ્રભા કંઈક કંઈક તે પ્રકાશ આપે છે. ચંદ્રસૂર્યની પ્રજાનો નાશ કરવાની તાકાત વાદળામાં નથી. દિવસે ગમે તેટલાં સૂર્યને ઘેરે. છતાં રાત્રિ જેવી સ્થિતિ તે ન જ થાય. તે પછી અમાવાસ્યાની મધ્યરાત્રિ જેવી સ્થિતિ તે થાય જ શાની?, કેવલજ્ઞાનાવરણીય કર્મ ગમે તેવું ગાઢ હાય, છતાં જીવની જ્ઞાનપ્રભાને સર્વથા આવરી શકતું જ નથી.
સંસારી જીવને શરીર તે હેય જ. ઈદ્રિયથી અને મનથી થતાં જ્ઞાનને મતિજ્ઞાન કહ્યું છે. બીજાઓએ જ્ઞાનના વિભાગ સમજાવવા પ્રત્યક્ષ, અનુમાન, અને ઉપમાન એ શબ્દોને ઉપગ કર્યો છે. આત્માની ક્ષપશમ શકિત ઉપર ધ્યાન રાખીને કર્મ પ્રકૃતિના વિચારમાં જૈનેએ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ, એવા બે ભેદ કહીને; પ્રત્યક્ષાવરણીય, પક્ષાવરણીય ભેદ ન રાખતાં મતિજ્ઞાનાવરણીય, શ્રતજ્ઞાનાવરણીય અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય તથા કેવલજ્ઞાનાવરણીય એવા ભેદ પાડ્યા છે. સંસારી છની ઉત્ક્રાંતિ કઈ રીતે? સર્વ સંસારી જી માટે સર્વ કાલે જે જ્ઞાન થાય છે, તે ઈદ્રિયદ્વારા થતું જ્ઞાન છે. એકેદ્રિયમાં સ્પર્શજ્ઞાન છે, અને તે સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન સર્વ વ્યાપક છે. બીજી ઈદ્રિ વ્યાપ્ય છે, જ્યારે સ્પર્શનેન્દ્રિય વ્યાપક છે. વ્યાપક હોય તે ઘણું સ્થાન રોકે છે, પણ વ્યાપ્ય થોડું સ્થાન કે છે. શરીર કરતાં, કાન, ચક્ષુ, નાક, જીભ મેટાં છે? ના. સ્પર્શનું ભાન બધે થાય. સંસારી ના ભેદમાં શરીર વગરનો જીવ મળશે નહિ. એકેન્દ્રિયાદિથી યાવત્ પંચેન્દ્રિય સુધી ગમે તે જાતિમાં ગમે તે ગતિમાં જીવને શરીર તે હોય જ છે.
ઉલ્કાતિ કમ કરવામાં આવેલાં કર્મોને ભગવટો બે પ્રકારે થાય છે. તેમાં સમજણ પૂર્વક નિર્જરા કરીને, અને દુઃખ ભોગવીને પણ પ્રથમનાં બાંધેલાં કમે ભોગવાય જ છે. જેલની સજા જેટલી ભોગવાય, તે થયેલી સજામાંથી તે કપાય જ છે, તેમજ બંધાયેલું પાપ, ફળ રૂપે જે ભોગવાય તે તે.