________________
૧૬૪
શ્રી આરામોદ્ધારક પ્રવચન-શ્રેણી વિભાગ છો નવ શૈવેયકમાં અભ પણ જઈ શકે છે. નવરૈવેયકમાં તે દેને માથે કઈ સ્વામી નહિ, કેઈ નાયકથી પરાધીનતા નહિ, આવા સ્થાનમાં કેણ જઈ શકે? પહેલાના ભાવમાં તેવી સ્થિતિ જેઓએ કેળવી હોય, તેઓ જ આ સ્થાન મેળવી શકે છે. સ્વેચ્છાએ સાધુએ પાપને પરિહાર કરે છે, સામાચારીનું પાલન કરે છે, ઉગ્ર તપશ્ચર્યા કરે છે, શ્રી જિનેશ્વરદેવને વચનથી મર્યાદાને સમજીને તે મુજબ પિતે માર્ગમાં ટકે છે, અને તે માર્ગને ટકાવે છે. તેઓ બીજા ભવમાં એક સરખી સ્થિતિએ રહે તેમાં આશ્ચર્ય શું ?, તેવા આત્માએ જ કલ્પાતીત થઈ શકે છે. કલ્પાતીત–દેવલોકમાં પણ બે પ્રકાર છે. ઈચ્છામિચ્છાદિક-સામાચારીયુક્ત–આવેલાનો એટલે બધે પ્રભાવ છે, કે એના પાલનથી શ્રી જિનેશ્વરના વચનને માનનાર, ન માનનાર તથા ઉલટું માનનારા એ તમામ નવ રૈવેયકમાં જઈ શકે છે. અભવ્ય–જી પણ પંચ મહાવ્રત પાલનથી નવગ્રેવેયક મેળવે છે. વેષરૂપ મુદ્રાને આટલી હદ સુધીને પ્રભાવ અહીં પ્રત્યક્ષ છે. પુણ્ય-પ્રકૃતિ એ અલગ વસ્તુ છે, નિર્જરા એ અલગ વસ્તુ છે. નવ રૈવેયકમાં જવામાં જરૂરી નિર્જરી કરતાં સમ્યગૃષ્ટિની નિર્જરા અસંખ્યાતગુણ છે. આને એવો અર્થ કરવાનું નથી. કે નવ ગ્રેવેયકમાં અભવ્યે જ ભર્યા છે, પરંતુ ત્યાં સમ્યગદષ્ટિ એવા ભવ્યાત્માઓ પણ ઘણું છે.
પાંચ અનુત્તરના અધિકારી કેશુ? પાંચ અનુત્તર વિમાનમાં કેણ જઈ શકે? સર્વથા જેઓએ પાપને પરિહાર કર્યો હોય, અને પડિલેહણાદિક સામાચારીમાં જેઓએ લેશ પણ પ્રમાદ ન કર્યો હોય; તેઓ જ અનુત્તર વિમાનના અધિકારી બને છે. પાંચ અનુત્તરમાં શ્રદ્ધાવાળા, અને ત્યાગવાળા જ જઈ શકે છે. શૈવેયકના નવ ભેદે કેમ તે વિચારી સમજવા જેવું છે. પૂર્વ ભવના સંયમ પાલનમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદ પડાય, અને તેમાંય દરેકમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ભેદ પડાય તે ૩*૩=૯ ભેદ થાય. જઘન્યમાં જઘન્ય, જઘન્યમાં મધ્યમ, જઘન્યમાં ઉત્કૃષ્ટ એમ જઘન્યના ત્રણ ભેદ છે. મધ્યમમાં જઘન્ય, મધ્યમમાં મધ્યમ, તથા મધ્યમાં ઉત્કૃષ્ટ એવા મધ્યમના ત્રણ ભેદ છે. ઉત્કૃષ્ટમાં જઘન્ય, ઉત્કૃષ્ટમાં મધ્યમ તથા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ