________________
૧૬ર
શ્રી આગદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠું
પ y gવત પરસ્ત્રીમાં માતા જેવી બુદ્ધિ રાખવી, અને પર દ્રવ્યમાં પત્થર જેવી બુદ્ધિ રાખવી. પેલો પંડિતને પુત્ર તે કોઈ રહસ્ય સમયે નહિ, પણ અમલ કરવાનું કબુલ્યું. હવે પાડોશમાં જ્યાં બીજી સ્ત્રીઓ બેઠી હતી, તેમના મેળામાં જઈને બેસી ગયે, સૂવા લાગે, અને તે પછી તેણે માર ખાધો ! કોઈની દુકાને જઈને એના પૈસાને પત્થર ગણી ફેંકી દેવા લાગ્યા, ત્યાં પણ માર ખાધો. મતલબ એ છે કે જેમ માતા તરફ નિર્વિકાર-દષ્ટિથી જોવાનું હોય, તેમજ બીજી તમામ સ્ત્રીઓ ગમે તેવા વસ્ત્રાલંકારથી સુસજજ હોય તથાપિ, તેમની સામે નિર્વિકાર દષ્ટિએ જ જેવું, અને પારકા પૈસા એ પારકા છે, તે લેવા લભ ન કરે એ હેતુ માટે એને પત્થર જેવા કહ્યા હતા.
એ જ રીતે ગામવત સમૂર્તપુનો અર્થ શો ?, પિતે રોગી હોય કે નિરોગી હોય, પોતે મૂર્ખ હોય કે ડાહ્યો હોય, તેમ બધાને માનવા એ અર્થ નથી. એને અર્થ એટલે જ છે કે જેમ બધા ને સુખ હાલું છે, અને દુઃખ અળખામણું છે, તેમ પોતાને સુખ હાલું છે, અને દુઃખ અળખામણું છે. આથી જ બધા જ માટે ઉપર પ્રમાણે સમજવું એનું જ નામ આપવા સમg/
છાપ વગર નકામું શાસ્ત્રના મર્મ સમજીને જેઓ હિંસાને ત્યાગ કરે, તેઓને લાભ ખરે, પણ અહીં નવગ્રેવેયકના વિમાનના અધિકારને વિષય છે. તેને અંગે કહેવાનું કે તે વિમાન સહેજે મળે છે એમ નહિ. જો ત્યાગ માત્રથી નવરૈવેયકમાં જવાનું હેત, તે તિર્યંચે રૈવેયકનું થાળું ભરી દેત. કેઈ તિય જાતિસ્મરણ પામીને ધર્મ પામે છે, અને મરતી વખતે અઢાર પાપસ્થાનક વોસિરાવે છે, પણ તેટલા માત્રથી તેમનામાં ચારિત્ર માનવામાં આવ્યું નથી. અઢાર પાપસ્થાનક ન કરે તેટલા માત્રથી ચારિત્ર નથી. અઢાર પાપ ન કરવાં એવી પ્રતિજ્ઞા કરે તે પણ ચારિત્ર નથી.
१ इच्छामिच्छातहकारो आवस्सिआ य निसीहिआ। आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमतणा ॥ (अनु० ना० १६)