________________
પ્રવચન ૨૧૪ મું
૧૫૭
કાલે એ પણ તે પડાવી લે તો એને કોણ રેકે ?, ભાગમાં મળેલા હાથી, હાર તથા કુંડલ કે જે પિતાએ આપેલાં છે, તે માંગતાં જેને લજજા ન આવે, જેને ન્યાય અન્યાયને વિચાર ન થાય, તે પિતે આપેલા રાજ્યને ખૂંચવી લેતાં શેને લજજાય; રાજ્ય લેવામાં કાંઈ સાર નથી, તેમજ હાથી વગેરે લીધા વિના એ રહેવાને નથી, માટે હવે કરવું શું?, નિરાધાર બાળકનું શરણ મેસાળ છે. હલ્ક વિહલ બંને ભાઈઓ વયે ન્હાના હતા તેરાત તેઓ પિતાની માતાના પિતાજી ચેડા મહારાજાને ત્યાં સીંચાણ હાથી વગેરે પિતાની ત્રણ વસ્તુ લઈને ચાલ્યા ગયા. હલ અને વિહલ એ બને ચેડા મહારાજાના દેહિત્રા હતા, વળી શરણે આવ્યા, શરણાગત થયા, અને કેણિકની માગણી પણ અન્યાયી હતી, એટલે ચેડા મહારાજાએ સંપૂર્ણ આશ્વાસનપૂર્વક આશ્રય આપે. કેણિકે ચેડા મહારાજાને કહેરાવ્યું કે “જે દેશને બહાલે ગણતા હે તે, હલ વિહલ્લને મને સત્વર સોંપી દે, અને તેમને આશ્રય ન આપે, નહિ તે યુદ્ધની ઉપસ્થિતિ થશે.”
ચેડા મહારાજાએ પ્રત્યુત્તર સજજડ મકલી આપે કે “કાયદો તેને જ સ્વીકારાય છે, સંદેશ તેને જ સંભળાય છે, કે જે તટસ્થ હોય, અને ન્યાયી હેય. અમારા રાજ્યમાં કેને આવવા દે, કેને ન આવવા દેવે, કોને આશ્રય આપ, કેને આશ્રય ન આવે, એ અમારી મુખત્યારની વાત છે.” સ્વતંત્રપણામાં આગ્રહી બીજાના ફરમાનને સામાન્યરીતિએ પણ તાબે ન થાય, તે પછી અવિચારી ફરમાનને તાબે થવાનું તે હોય જ શાનું?, હલ્લ–વિહલ્લને ભાગમાં મળેલી, અને પિતાએ આપેલી ચીજને માંગવાને તમને હક્ક શું છે?, એ બને હવે તે મહારા શરણાગત છે. શરણાગત માટે તે હું વન્ડપિંજર સમાન છું. શરણે આવે તે કાંઈ શિકાર છે?', છેવટના પરિણામે યુદ્ધ થાય છે. ચેડા મહારાજા પણ એ યુદ્ધમાં બીજા અઢાર રાજાને એકઠા કરે છે. સામાન્ય વાતમાંથી કેવું મેટું યુદ્ધ! કેણિક પણ પિતાના દશ દશ ભાઈએ સાથે તે યુદ્ધમાં ઝંપલાવે છે. એ યુદ્ધ કાંઈ જેવું તેવું નથી થયું, પણ એમાં કરડેની તલ થઈ છે. એ વાત પણ પ્રસદ્ધિ છે કે કેણિકે શ્રેણિક મહારાજને પિંજરામાં પૂર્યા હતા, અને રોજ કેરડાથી માર મારતે હતે. કર્મની વિચિત્રતા કેવી ભયંકર છે! તે આ પ્રસંગથી સમજે.